29 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : LCBએ પોક્સોનો, SOGએ ચોરીના ગુન્હાનો અને મોડાસા ટાઉન પોલીસે ચેક રીટર્ન કેસમાં નાસતા-ફરતા આરોપીને દબોચ્યો


અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ તંત્રએ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી છે એલસીબી પોલીસે પોક્સોના ગુન્હાના આરોપીને ઓડ ધંધાસણ ગામેથી અને એસઓજી પોલીસે ચોરીના ગુન્હાના આરોપીને અણદાપૂર ગામેથી અને ટાઉન પોલીસે ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપીને આનંદપુરા કંપામાંથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

Advertisement

Advertisement

અરવલ્લી એલસીબી પોલીસે શામળાજી પોલીસ સ્ટેશનમાં પોક્સો હેઠળ ગુન્હાના ઓડ ધંધાસણના આરોપી કિરણ પ્રકાશ ગામેતીને તેના ઘરેથી દબોચી લીધો હતો આ આરોપી છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો હતો એસઓજી પોલીસે સાબરકાંઠાના તલોદ પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા આરોપી મંગાજી પુંજાજી બામણીયાને તેના ઘરે અણદાપૂરથી ઝડપી પાડી અટકાયત કરી તલોદ પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી

Advertisement

મોડાસા ટાઉન પીઆઈ એન.જી.ગોહિલ અને તેમની ટીમે આનંદપુરા કંપાના કેતન સુરેશચંદ્ર પટેલને ઝડપી લીધો હતો કેતન પટેલને ચેક રિટર્ન કેસમાં ખેડભ્રહ્મા કોર્ટે 6.50 લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારતા આરોપી ધરપકડથી ફરવા નાસતો ફરતો હતો ટાઉન પોલીસે કેતન પટેલને આનંદપુરા કંપામાંથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!