ઉત્તરપ્રદેશ સહિત ૫ રાજ્યોની ચૂંટણી પુર્ણ થયા પછી આજે મતગણતરી ચાલી રહી છે જેમાં ૪ રાજ્યોમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. ચૂંટણીઓ પછી કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલનો ગમે ત્યારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનું વિતરણ કરતા નાયારા એનર્જી (એસ્સાર) એ છેલ્લા ૪ દિવસથી પેટ્રોલ-ડીઝલનો જથ્થો આપવાનું બંધ કરી દેતા ગમે તે ઘડીએ પેટ્રોલ-ડીઝલ ની તંગી સર્જાવાના કે પછી ભાવ વધારાના એંધાણ વર્તાઈ રહ્યાં છે.
નાયારા એનર્જી સમગ્ર ગુજરાતમાં પેટ્રોલપંપ ધરાવે છે તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગની પેટ્રોલિયમ કંપનીના પેટ્રોલપંપને પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરો પાડી રહી છે ત્યારે નાયરા કંપનીએ સપ્લાય બંધ કરતા પેટ્રોલ-ડીઝલની અછત ઉભી થઈ છે
અરવલ્લી, સાબરકાંઠા,ગાંધીનગર જિલ્લામાં નાયારા કંપનીના પેટ્રોલપંપ આવેલા છે જેમાં છેલ્લા ચાર દિવસથી કંપનીએ ડીઝલ અને પેટ્રોલના જથ્થાનો સપ્લાય રોકી દેતા પેટ્રોલપંપ પર ડીઝલ પૂરું થઈ જતાં અને પેટ્રોલનો જથ્થો પણ ૨૪ કલાક ચાલે એટલો જ હોવાથી પેટ્રોલપંપના સંચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પેટ્રોલપંપ પર ઇંધણનો જથ્થો ખલાસ થઈ જતાં વાહનચાલકોને ધરમધકકા પડતા હોવાથી પેટ્રોલપંપ પર રોષ ઠાલવી રહ્યા છે જેનો ભોગ પેટ્રોલપંપ ધારકો અને પેટ્રોલપંપ પર ફરજ બજાવતા કર્મચારીઓ ગુસ્સાનો ભોગ બની રહ્યા છે
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં આવેલા નાયારાના પેટ્રોલપંપ પર ઇંધણના બાંધેલ રોજિંદા ગ્રાહકો પણ અપૂરતા જથ્થાના પગલે અન્ય પેટ્રોલપંપ પર ઇંધણ પુરાવવા જતાં હોવાથી ગ્રાહકો પણ ગુમાવવા પડી રહ્યા છે અને આર્થિક ફટકો પણ પડતા પેટ્રોલપંપો પર ત્વરિત પેટ્રોલ-ડીઝલ જથ્થો પૂરો પાડવામાં આવે તે ખૂબ જરુરી છે