26 C
Ahmedabad
Monday, May 13, 2024

VIDEO : વિજય સુવાળાએ ગાવાનું શરૂ કર્યું ને સ્ટેજ ધડામ…તમામ કલાકારો નીચે પડ્યા….


સ્ટેજ પડવાની ઘટાઓ ઘણી જગ્યાએ બનતી હોય છે, જેમાં ચૂંટણી પ્રચારમાં અથવા તો સામાજિક અથવા તો અન્ય કાર્યક્રમોમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે,જેમાં નબળો સ્ટેજ અને સ્ટેજ પર નિયત સંખ્યા કરતા વધારે લોકો પહોંચી જવાથી આવી ઘટનાઓ ઘટતી હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં સુપ્રસિદ્ધ ગુજરાતી લોકગાયક વિજય સુવાળાએ ગાવાનું શરૂ જ કર્યું ને સ્ટેજ ધડામ કરીને તૂટી પડ્યો.પ્રાપ્ત માહિતી મુજબ દાહોજ જિલ્લાના ફતેપુરાના સુખસર ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા ગાયક વિજય સુવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિજય સુવાળા પરફોર્મ કરી રહ્યા તે જ સમયે અચાનક સ્ટેજ તૂટી પડતા અફરા તફરી મચી ગઈ હતી.ફતેપુરાના સુખસર ગામે મેલડી માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં વિજય સુવાળા તેમજ અન્ય કલાકારો પહોંચ્યા હતા. ગીત ગાતા જ સ્ટેજ પર જેવી એન્ટ્રી કરી કે, તુરંત જ ચાલું ડાયરામાં સ્ટેજ ધરાશાયી થતાં વિજય સુવાળા સહિતના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. જો કે, સદનસીબે મોટી હોનારત ટળી હતી.

Advertisement

જુઓ કેવી રીત સર્જાઈ ઘટના 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!