36 C
Ahmedabad
Sunday, April 28, 2024

મોદીસાહેબનો ઠપકો અને છાશવારે ઝંડા લઈ મુર્દાબાદના નારા લગાવતા યુવાનો


મહેન્દ્ર બગડા

વડાપ્રધાન મોદીને તેઓ ગુજરાતમાં મુખ્યપ્રધાન હતા ત્યારથી જ સાહેબ તરીકે ઓળખવામાં આવે છે. મોદી સાહેબ સાથે સંકળાયેલા અને તેમની સાથે કામ કરનાર લોકો મોદી સાહેબને માત્ર સાહેબ જ કહે છે. હવે મુળ વાત પર આવીએ. હમણા પાટીદાર બીઝનેસ સમીટનુ આયોજન કરવામાં આવ્યુ. દેશ-વિદેશમાં વસતા પટેલ ઉદ્યોગપતીઓ, શાહુકારો, બીઝનેસમેન, સમાજસેવી, વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલ તમામ ટોપ પટેલ સમાજના મોભીઓ આ સમિટમાં ઉપસ્થીત હતા.

Advertisement

આ સમીટને વર્ચ્યુઅલ એટલે કે વિજાણુયંત્રના માધ્યમથી મોદીસાહેબ દિલ્હીથી સંબોધવામાં હતા. સ્વાભાવિક છે કે સાહેબ સમીટને સંબોધવાના હોય એટલે મોટી સંખ્યામાં પટેલ સમાજના વડિલો, મુરબ્બીઓને તમામ ક્ષેત્રના મહારથીઓ હાજર હોય. મોદી સાહેબે પાટીદાર સમીટને સંબોધન કરતા ગગજીભાઈ વગેરેને યાદ કરી સાહેબે થોડા ઠપકાના સુરમાં કહ્યુ કે જે રીતે આપણે ગુજરાતને વિકાસના પથ પર લઈ ગયા તેની વાત નવી પેઢીના યુવાનોને સમજાવવાની જવાબદારી વડિલોની છે. આ ઠપકો અથવા તો ગુસ્સો અથવા તો જે અર્થ કાઢીએ તેના અનેક અર્થ થાય છે.

Advertisement

પહેલુ તો, મોદી સાહેબ ક્યારેય કોઈ જ્ઞાતી-જાતી વગેરેનો સીધો ઉલ્લેખ કરતા નથી. જાહેર હોય કે અંગત મીટીંગ હોય મોદી સાહેબ ભાગ્યેજ જ્ઞાતી વગેરેની પીંજણમાં પડતા હોય છે. હા, કેટલીક આર્થીક સામાજીક પછાત જ્ઞાતીઓ પ્રત્યે તેમનો પ્રેમ તેઓ વ્યકત કરતા રહે છે, કે પછાત જ્ઞાતીઓને પ્રોત્સાહન આપી તેમને પણ વિકાસના પથ પર લઈ જવા જોઈએ. કુંભમેળામાં સફાઈ કર્મીઓના પગ  ધોઈ તે પાણી પીવા જેવુ ઐતિહાસીક કામ પણ મોદીએ કરી બતાવ્યુ હતુ. પરંતુ વડાપ્રધાન સેંકડો લોકોની વચ્ચે એક મજબુત અને રાજકીય સામાજીક રીતે અગ્રેસર જ્ઞાતીઓને ઠપકો આપે કે નાની વાતમાં તમારા આ યુવાનનો જે વિરોધના ઝંડાઓ લઈ અને મુર્દાબાદના નારાઓ લગાવે છે  તે સારુ નથી. તેનો અર્થ એ કે પાટીદાર યુવાનો વારંવાર વિરોધના ઝંડા લઈ નીકળે છે તેનાથી વડાપ્રધાન મોદી સખ્ત નારાજ છે. તેમની બોડી લેંગવેજ જોઈને જ ખ્યાલ આવે કે પાટીદાર સમાજના યુવાનો દ્વારા જે રીતે સતત સરકાર અને ભાજપનો વિરોધ થઈ રહ્યો છે તેનાથી તે વ્યથીત છે. જ્યોતીગ્રામ યોજના, ખેડુતાના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા જેવા અનેક હિતકારી પગલા પછી પણ સૌથી અવલ્લ અને સુખી કોમ સતત વિરોધના ઝંડા લહેરાવ્યા કરે તેનાથી કદાચ મોદી દુખી છે.

Advertisement

મોદીસાહેબની નારાજગી વચ્ચે ભાજપનો સૌથી વધુ વિરોધ કરનાર અને ગુજરાતને લગભગ છ મહીનના સુધી બાનમાં લેનાર હાર્દીક પટેલ મોદીભક્ત બની શકે તેવી અફવાઓ ફેલાઈ રહી છે. જો હાર્દીક પટેલ ભાજપમાં જોડાશે પછી આવતી કાલે મમતા બેનર્જી પણ ભાજપમાં જોડાઈ જાય તો પણ આશ્ચર્ય નહી ગણાય.

Advertisement

જો મતદાનની ટકાવારી ગણીએ તો બાકીની જ્ઞાતીઓની ટકાવારીની સરખામણીએ ભાજપ અને મોદી સરકારે પટેલોને સૌથી વધુ વિધાનસભાની બેઠકો આપી છે. સૌથી વધુ સાંસદો પટેલ સમાજમાથી આપ્યા. જીલ્લાી પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખોની સંખ્યામાં પણ પાટીદારો હંમેશા વધુ રહ્યાં છે. તેમનાથી વધુ મતદાનની ટકાવારી ધરાવતા કોળી-ઠાકોર સમાજને પાટીદારોની સરખામણીએ કદાચ ઓછો મોકો મળ્યો છે, છતા પણ તે સમાજના યુવાનો છાશવારે, મોદીસાહેબના શબ્દોમાં કહીએ તો વિરોધના ઝંડા લઈ નીકળી નથી પડતા.

Advertisement

મોદી સાહેબના નિવેદન બાદ લગભગ સન્નાટો પડી ગયો છે. કોઈ આ વિશે ખુલ્લીને વાત નથી કરતા. જે ટીવી ચેનલો નાની વાતે ડિબેટ શરુ કરી દે છે તેઓ પણ આ મુદ્દે કંઈ બોલવા નથી માંગતા. કારણ કદાચ એ હશે કે સમૃધ્ધ પાટીદાર સમાજ નારાજ થઈ જાય. ખેર, મોદીસાહેબના આ નિવેદન પર મે આ આર્ટીકલ લખતા પહેલા કોંગ્રેસ , ભાજપ અને આપના પાટીદાર નેતાઓના રીએક્શન જાણવા પ્રયાસ કર્યો…કોણ શું કહે છે, વાંચો…

Advertisement

મહેશ કસવાલા-પ્રવક્તા-ભાજપ
મહેશ કસવાલા ભાજપના એવા કર્મઠ કાર્યકર છે કે જ્યારે હાર્દીક પટેલનુ પાટીદાર આંદોલન ચરમસીમાએ હતુ, સૌરાષ્ટ્રના પાટીદાર બાહુલ ગામોમાં ભાજપનો ભ કે મોદીનો મ બોલવા પર પથ્થર મારો થતો હતો તેવા સમયે તેઓ પાટીદાર સમાજની સખ્ત નારાજગી વ્હોરીને ભાજપને ડિફેન્ડ કરતા રહ્યાં. ત્યારે પણ તેઓ સાચા હતા અને આજે પણ જ્યારે હાર્દીક પણ ભાજપમાં આવવા થનગની રહ્યો છે ત્યારે તે સાચા છે. મહેશ કસવાલાએ કહ્યું કે મોદી સાહેબની નારાજગી સાચી છે. કિસાન નિધી, ખેડુતોના ખાતામાં સીધા પૈસા જમા કરાવવા કે સૌની યોજના વગેરે જાહેર થઈ ત્યારે આ યુવાનો લોલીપોપ જેવો એક ફાલતુ શબ્દ લઈ વિરોધ કરવા નિકળી પડ્યા. મહેશભાઈના મતે સમાજના યુવાનોને સાચી સમજ આપવી તે વડિલોની જવાબદારી છે અને મોદી સાહેબની ટકોર માર્કીક અને યોગ્ય છે.

Advertisement

વિપુલ જ્યાણી-પ્રવક્તા -કોંગ્રેસ-અમરેલી
વિપુલ જ્યાણીના મતે જ્યારે પાટીદાર યુવાનો ઝંડા લઈ નીકળ્યા ત્યારે તે પોતાનો હક માંગવા નિકળ્યા નથી. બીજુ કે જ્યોતીગ્રામ યોજનામાં સાહેબનો કોઈ હાથ  નથી, કારણ કે કોંગ્રેસે મોટા મોટા ડેમો બનાવ્યા તેના કારણે વીજળી ઉત્પાદન થઈ રહી છે. આંદોલન અને જ્યોતીગ્રામને દુર દુર સુધી કોઈ સંબંધ નથી. હજુ પણ ખેડુતો વીજળી માટે વલખા મારે છે. હજુ પણ ખેડુતો દર અઠવાડીયે એક વખત પીજીવીસીએલની ઓફિસનો ધેરાવ કરે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!