29 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી જિલ્લા શિક્ષણ વધુ એક છબરડો, કુલ ગુણ કરતા મેળવેલ ગુણ વધ્યા અને આચાર્યએ સહી પણ કરી દીધી.. બોલો


હાલ અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થાને ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે એક બાદ એક શાળાઓની વિવિધ ઘટનાઓ સામે આવી રહી છે. શાળાઓમાં ફી ઉઘરાવવી, બાળકોને માર મારવો અને હવે માર્કશીટમાં ભૂલો કરવી. ભિલોડા તાલુકાની પ્રાથમિક શાળામાં પરિણામમાં છબરડો સામે આવ્યો છે, જેમાં કુલ ગુણ કરતા શિક્ષકે મેળવેલ ગુણ વધારે આપી દીતે શિક્ષણ વ્યવસ્થાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. લાખો રૂપિયાનો પગાર શિક્ષકોને મળતો હોય છે અને આવી બેદરકારી અને છબરડાઓ સામે આવે તે કેટલા અંશે વ્યાજબી તે એક સવાલ છે.

Advertisement

વાત એમ છે કે, હાલ એક સોશિયલ મીડિયા પર પરિણામ વાઈરલ થયું છે, જેમાં ભિલોડા તાલુકાની  જાબચિતરીયાની પ્રાથમિક શાળાનું પરિણામ જોવા મળે છે, જેમાં મોટો છબરડો સામે આવ્યો. આ છબરડામાં ગુજરાતી વિષયમાં કુલ ગુણ 160 માંથી વિદ્યાર્થિનીને 173 માર્ક્સ આપી દેવાયા છે અને વિજ્ઞાન વિષયમાં પણ 160 ગુણમાંથી 171 માર્ક્સ આપીને શાળાઓ પોતાની પીઠ થપથપાવી છે. આ પ્રકારની કામગીરીથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આટલું નાનુ કામ અને તેમાં પણ છબરડો તે કેટલા અંશે વ્યાજબી છે તે એક સવાલ છે.

Advertisement

પ્રિન્ટ મિસ્ટેક હોય તો આચાર્યએ સહી કરતા પણ ખ્યાલ ન આવ્યો કે શું..?
પરિણામમાં હાલ છબરડો સામે આવ્યો છે, જેમાં બચાવવામાં એવું પણ જણાવવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ  છે કે, આ તો પ્રિન્ટ મિસ્ટેક છે, ચાલો માની લઈએ કે, પ્રિન્ટ મિસ્ટેક છે, પણ વર્ગ શિક્ષકે તેની તપાસણી કેમ ન કરી, ચલો વર્ગ શિક્ષકે તપાસી લીધું તો પણ આચાર્યએ આંખો બંધ કરીને સહી સિક્કા ઠોકી દીધા છે. અને આવી શાળાઓ પોતાની ભૂલો બચાવવા લૂલો બચાવ કરી રહી છે તે કેટલે અંશે યોગ્ય છે ?

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!