30 C
Ahmedabad
Sunday, April 28, 2024

અરવલ્લી : ભિલોડાના નારસોલી રોડ પર રસ્તા વચ્ચે કાર ભળકે બળી, જુઓ Video


અરવલ્લી જિલ્લામાં હાલ ગરમીનો પારો 43 ડિગ્રી કરતા ઉપર પહોંચી ગયો છે, જેને લઇને આગની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે ભિલોડામાં રસ્તા વચ્ચે ઇકો કાર ભળકે બળતા અફરા-તફરી મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતાં સમય સૂચકતા વાપરી કાર ચાલક કારમાંથી ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ ભિલોડાના નારસોલી રોડ પર કારમાં અચાનક આગ લાગવાની ઘટના ઘટી હતી, જેમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આખરે આગ કાબૂમાં તો આવી પણ કાર બળીને ખાક થઇ ગઇ. સદભાગ્યે આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

જુઓ આગનો વીડિયો

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!