27 C
Ahmedabad
Friday, May 3, 2024

Exclusive : મોડાસા નગર પાલિકા ભરતી વિવાદ : કમિશનરે ભરતી પ્રક્રિયાનો હુકમ રદ્દ કર્યો, 12 કર્મચારીઓ પર લટકતી તલવાર.. !!


મોડાસા પાલિકા દ્વારા વર્ષ 2012માં પાલિકાની ખાલી પડેલી જુદી જુદી જગ્યાઓ માટે 12 ઉમેદવારોની ભરતી કરાતાં ભરતી બાદ અન્ય ઉમેદવારોએ વિરોધ કરતાં છેલ્લા 9 વર્ષથી ચાલતા આ વિવાદમાં ગત વર્ષે પ્રાદેશિક કમિશનરે આ ભરતી પ્રક્રિયામાં સરકારના વખતોવખતના પરિપત્રો ઠરાવો જોગવાઈઓનો સ્પષ્ટ પણે અમલ થયેલ ન હોય ભરતી પ્રક્રિયા રદ કરવા હુકમ કર્યો હતો. આ અંગે પક્ષકારો મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર માં અપીલ કરી હતી, જેમાં કમિશનર રાજકુમાર બેનીવાલ વિવાદીઓની વિવાદ અરજી નામંજૂર કરી છે.

Advertisement

મોડાસા પાલિકામાં ફાયર ઓફિસર, ટાઉન પ્લાન ટેકનિકલ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર, સેનેટરી ઇન્સ્પેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝરની પ્રથમ તબક્કામાં અને બીજા તબક્કામાં વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, ડ્રાઈવર, ક્લિનર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને ફાયરમેનની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરી સમિતિ દ્વારા ગુણાંક દ્વારા ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. આ સમયે તત્કાલિન પ્રમુખે કામના ભારણને ધ્યાનમાં રાખીને ઓર્ડર આપી દીધા હતા.

Advertisement

પરંતુ આ સમયે ભરતી પ્રક્રિયા અગાઉ કલેક્ટરની પૂર્વ મંજૂરી ન મળી હોવાથી ભરતીમાં વિવાદ સર્જાતા સમગ્ર મામલો પ્રાદેશિક કમિશનર પાલિકા ગાંધીનગર ઝોન ગુજરાતની કચેરીએ પહોંચતા આઠ વર્ષથી ચાલતા વિવાદિત ભરતી પ્રકરણમાં પ્રાદેશિક કમિશનર આઇએએસ અમિત પ્રકાશે હુકમ કરી જણાવ્યું હતું કે પાલિકાના અધિનિયમ 1963 ની કલમની પેટાકલમ અનુસંધાને મળેલી સત્તાની રૂએ મોડાસા પાલિકા દ્વારા કરાયેલ ભરતીમાં પરિપત્રો ઠરાવો જોગવાઈઓનો સ્પષ્ટ પણે અમલ થયેલ ન હોય ભરતી પ્રક્રિયા રદ કરવા હુકમ કર્યો હતો અને પક્ષકારોને વાંધો હોય તો ગાંધીનગરમાં 30 દિવસમાં અપીલ કરી શકશે તેવું જણાવ્યુ હતું

Advertisement

મ્યુનિસિપાલટી એડમિનિસ્ટ્રેશન ગુજરાત રાજ્ય ગાંધીનગર કમિશનર દ્રારા શું હુકમ કરવામાં આવ્યો ?
ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૨૫૮ ( ૩ ) હેઠળ મળેલ સત્તાની રૂએ પ્રાદેશિક કમિશ્નરશ્રી , નગરપાલિકાઓ , ગાંધીનગરનો ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૨૫૮ ( ૧ ) હેઠળ કરેલ હુકમ ક્રમાંકઃ પ્રા.કમિ / ન.પા. / ગાંધી / વહટ / ક તા .૦૩ / ૦૬ / ૨૦૨૧ યથાવત રાખી વિવાદીની વિવાદ અરજી ” નામંજુર કરવામાં આવે છે

Advertisement

9 વર્ષથી કામ કરતાં આ લોકોને અસર થશે
1. નિલેશભાઈ પ્રવિણભાઈ પટેલ
2. કૌશિક કુમાર કાંતિલાલ ગોર
3. ભાવેશકુમાર હીરાભાઈ પટેલ
4. મિકેતકુમાર રમેશભાઈ પટેલ
5. જશવંતકુમાર ડાહ્યાભાઇ સગર
6. દિવ્યાંકભાઈ યશવંતભાઈ ભટ્ટ
7.સુનિલભાઈ ગુલાબસિંહ પુરોહિત
8. દેવાંગભાઈ છબીલદાસ સોની
9. કુંજન એચ.ચૌધરી
10. અવિનાશ હરેશભાઈ કડિયા
11. સંજયભાઈ ગોરધનભાઈ રાઠોડ
12. કમલકુમાર ઇશ્વરભાઇ ચૌધરી

Advertisement

આ પદો માટે ભરતી કરાઇ હતી
2012માં મોડાસા પાલિકો પ્રથમ તબક્કામાં ફાયર ઓફિસર, ટાઉન પ્લાન ટેકનિકલ આસિસ્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર સેનેટરી ઇન્સ્પેક્ટર, કોમ્યુનિટી ઓર્ગેનાઇઝર અને બીજા તબક્કમાં વાયરમેન કમ ઇલેક્ટ્રિશિયન, ડ્રાઈવર ક્લિનર ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર અને ફાયરમેનની ભરતી કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!