32 C
Ahmedabad
Friday, May 3, 2024

Video : રીંછ એકલું ફરવા આવ્યું, પાણીની શોધમાં જેસોર અભયારણ્યથી હિંમતનગરની લટાર.. !! 4 રેસ્ક્યુ ટીમ એ રીંછનું રેસ્ક્યુ કર્યું


હિંમતનગરને અડીને આવેલ વીરપુર રેલવે કોલોની તરીકે ઓળખાતા બાયપાસ રોડ નજીકના વિસ્તારમાં બુધવારે સવારે રીંછે બે જણાને સામાન્ય ઇજાઓ કરી હતી. વન વિભાગને જાણ કરતા મોડી બપોરે ટ્રાન્કવિલાઇઝર આપી રેસ્ક્યૂ કરાતા ઉમટેલા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

પીંપોદરથી પૂર્વમાં દસેક કિ.મી.ના અંતરે તા.11/05/22ના રોજ સવારે વિરપુર બાયપાસ રોડ નજીક રેલવે કોલોનીના ગૌચર વિસ્તારમાં રીંછ જોવા મળ્યું હતું. અને માણસને જોઇને પાછળ દોડતા ફફડાટ વ્યાપી ગયો હતો વન વિભાગને જાણ કરાયા બાદ વનકર્મીઓ અને પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને રીંછને કોર્ડન કરી ઘેરો ઘાલવામાં આવ્યો હતો અને રીંછને બેભાન કરી રેસ્ક્યુ કરવા જેસોની ટીમ બોલાવાઇ હતી રીંછ વીરપુરમાં દેખાયુ તેના થોડા સમય અગાઉ વક્તાપુરમાં પણ દેખાયું અને રેલવે ટ્રેક પર જ પાણીની શોધમાં વીરપુર સુધી આવી પહોંચ્યાનુ માનવામાં આવી રહ્યુ છે.

Advertisement

ઝૂલ્ફીકારભાઇ ખણુશીયાએ કહ્યું, વીરપુર બાયપાસ રોડ નજીક સરકારી ખરાબામાં – ખાબોચીયા નજીક રીંછ બેઠેલુ હતંુ ત્યાં એક ભાઇ લઘુશંકા કરવા જતા તેની ઉપર રીંછે હુમલો કર્યો હતો એના પછી વન વિભાગને જાણ કરતા વનકર્મીઓ આવી પહોંચ્યા હતા અને તેમની સાથે રીંછની શોધખોળ કરતા વીરપુર ફાટક પાસે રીંછે ટોળુ જોઇ એકાએક હુમલો કરી દેતા બધા ભાગવા માંડ્યા હતા સાથે એક કાકા હતા તેમને પગે ડૂચો ભરી લીધો હતો સાથે હું હતો હું પણ પડી ગયો હતો અને હાથ પગે છોલાયો હતો. 108 બોલાવી ઇજાગ્રસ્તને મોકલ્યા હતા.

Advertisement

રીંછના રેસ્ક્યુનો વીડિયો

Advertisement

જેસોર રીંછ અભયારણ્યથી હિંમતનગર પહોંચ્યું !
બનસાકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં રીંછનો વસવાસ છે, વનવિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવતી હોય છે, ત્યારે હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં રીંચ સાબરકાંઠા જિલ્લામાં આવ્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેસોર અભયારણ્યમાં પાણી ન હોવાથી પાણી માટે વલખા મારતું રીંચ બનાસકાંઠાના જેસોર જંગલમાંથી હિંમતનગર સુધી આવી પહોંચ્યું હતું. જેને પરત લઇ જવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

Advertisement

રીંછનું રેસ્ક્યુ

Advertisement

80 મિનિટમાં પકડાયું

Advertisement

જેસોર થી રેસ્કયું ટીમ આવ્યા બાદ કાર્યવાહી શરૂ થઇ

Advertisement

5 વાહનો સાથે કોર્ડન કર્યું

Advertisement

3 ટીમ સાથે કર્યું રીંછનું રેસ્ક્યુ

Advertisement

રીંછ ને બેભાન કર્યા બાદ જાળ માં વિટી બહાર લાવ્યા

Advertisement

રીંછ ને પાજરામાં પૂર્યા બાદ જેસોર લઇ જવાયું

Advertisement

4 રેસ્ક્યુ ટીમ સાથે 70 થી વધુ કર્મચારીઓ જોડાયા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!