38 C
Ahmedabad
Friday, May 17, 2024

સાબરકાંઠા : ઇડરના વલાસણા રોડ ઉપર જનક સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, લાખોની મત્તા લઇને પલાયન


ઇડર શહેરના વલાસણા રોડ ઉપર આવેલ જનકપુરી સોસાયટીના ઘર નં ૫૫ મા રહેતા કલ્પેશકુમાર રૂપસિંહ ડેડુન ના બંધ મકાને તા 6-5-2022 થી 9-5-22 ને કોઇ પણ સમયે કોઇ ચોર ઇસમે બંધ મકાનની ચોપાડની જાળી તથા મુખ્ય દરવાજાનુ તાળુ તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી મકાનના પાછળના ખંડમા મુકેલ તીજોરીમા મુકેલ પ્લાસ્ટિકના બોક્સ પેક કરેલ 2 લાખ તથા કલ્પેશકુમાર ડેડનના માતા પિતાના સોના-ચાંદીના દાગીના જેમા સોનાના બિસ્કીટ નંગ- 2 વજન 200 ગ્રામ કિ.રૂ. 10 લાખ તથા સોનાની વીંટી નંગ-1 વજન અડધા તોલા કી.રૂ. 25 હજાર તથા સોનાની પાંચી વજન 1 તોલા કિ.રૂ. 50 હજાર તથા ચાંદીની વીંટીં નંગ-2 વજન 1 તોલા કિ.રૂ. 500 તથા ચાંદીના છડા જોડ-1 વજન 100 ગ્રામ કિ.રૂ. 3500 તથા ચાંદીનો કંદોરો નંગ-1વજન 200 ગ્રામ કિ.રૂ. 7 હજાર તથા ચાંદીનું મંગલસુત્ર નંગ-1 વજન 30 ગ્રામ કિ.રૂ. 1000 નુ મળી કુલ રૂ. 12,87,000 ની મત્તાની કોઇ ઇસમ ચોરી કરી લઇ જતા કલ્પેશકુમાર રૂપસિહ ડેડુને પોતાના પૈસા સોના ચાંદીના દાંગીના ચોરાયાની ફરિયાદ આજરોજ ઇડર પોલીસ સ્ટેશન ખાતે નોધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.એન.રબારી એ ફરિયાદ નોધી તપાસ હાથ ધરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!