32 C
Ahmedabad
Tuesday, May 14, 2024

અરવલ્લી : મેઘરજ SBI માં ગ્રાહકો સાથે તોછળું વર્તન કરી યોગ્ય જવાબ ન આપાતો હોવાની બૂમો…!!


મેઘરજ SBI માં ગ્રાહકો બેન્ક સ્ટાફને લઇને રોજ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્ટાફના કર્મચારીઓની અલગ ભાષા અને ગ્રામીણ લોકોની સ્થાનિક ભાષાને કારણે મોટી સમસ્યાઓ ઉદભવી રહી હોવાની બૂમો ઉઠવા પામી છે. આ સાથે જ બેંક કર્મચારીઓ ગ્રાહકોને યોગ્ય જવાબ પણ ન આપત હોવાની રાવ ઉઠવા પામી છે, પણ બેંકની મનમાનીનો ભોગ ગ્રાહકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. છાશવારેં બેંકમાં ગ્રાહકોને પડતી હાલાકીઓને લઇને ગ્રાહકો બેંકમાં જવાનું ટાળી રહ્યા છે.

Advertisement

મેઘરજ નગરમાં આવેલ સ્ટેટ બેંક માં કેટલાક સમયથી ગ્રાહકો હેરાન પરેશાન થઇ ગયા છે. બેંન્કમાં કેશિયર તેમજ બેંન્ક મેનેજર પાસે જો કોઇ ગ્રાહક પૂછપરછ કરે તો ગ્રાહકો સાથે તોછડુ વર્તન કરવામાં આવી રહ્યુ છે.

Advertisement

મેઘરજ તાલુકો ટ્રાયબલ હોવાથી ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા અભણ ગ્રાહકો ને સ્ટાફ દ્વારા હિન્દી ભાષા બોલાતી હોવાથી કેટાલય ગ્રાહકો હિન્દી ન સમજી શકતાં બેન્ક દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરતાં હવે ગ્રાહકો આ બેન્કમાં આવવાનુ ટાળી રહ્યા છે. મેઘરજ તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ છે કે, એસબીઆઇ મેઘરજ ખાતેની બેન્કમાં ગુજરાતી સમજી શકે તેવો સ્ટાફ મુકવામાં આવે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!