29 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : મોડાસા સ્ટેશન રોડ પર જ્વેલર્સ શો રૂમના ભોંયતળિયે આગ લાગતા અફરા-તફરી


ઉનાળાનો સમય છે ત્યારે આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસામાં જ્વેલર્સના શો રૂમ નીચે આગ લાગવાની ઘટના ઘટી હતી. શુક્રવારના રોજ સવારના 10.30 કલાના અરસામાં શો રૂમના ભોંયતળિયે આગ લાગતા અફરા-તફરી મચી જવા પામી હતી. આગ લાગવાની જાણ થતાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

Advertisement

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સ શો રૂમ ના ભોંયતળિયે ઇલેક્ટ્રિક રૂમમાં આગ લાગી હતી, પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની જાણવા મળ્યું છે. આગ લાગવાની જાણ થતાં મોડાસા નગર પાલિકા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદભાગ્યે આગની ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!