32 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : મોડાસા ખાતે મધ્ય ઝોન લેવલ ની હોકી ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ, રમતવીરોમાં ઉત્સાહ


છેલ્લા બે વર્ષથી કોરોના વાઈરની મહામારીને લઇને રમતવીરો કોઇપણ પ્રકારની રમતોમાં જોડાઈ શક્યા નહોતા અને મોડાસા ખાતે પણ કોઇ જ રમતોનું આયોજન કરવામાં આવ્યું નહોતું પણ હાલ ખેલ મહાકુંભા ચાલી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મધ્ય ઝોન કક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ જિલ્લાની ટીમ રમતોમાં જોડાઈ છે અને તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યું છે.15 મે થી 21 મેં દરમ્યાન ખેલમહાકુંભ મધ્યઝોન હોકી સ્પર્ધાની દબદબાભેર શરૂઆત થઇ છે જેનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી અરવલ્લી દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા અલગ વય જૂથના રમતવીરો જોડાયા છે, જેમાં U – 14,  U – 17 અને A – 17 ભાઈયો બહેનો નો સમાવેશ થાય છે.

Advertisement

મધ્ય ઝોન માં અમદાવાદ શહેર ,અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મેહસાણા, પાટણ, બનાસકાંઠા ની ટીમ નો સમાવેશ થાય છે. આ સ્પર્ધા બે મેદાન માં રમાશે મેદાન રમવામાં આવી રહી છે, જેમાં એમ. એલ. ગાંધી કોલેજ મેદાન અને કે. એન. શાહ મોડાસા હાયસ્કૂલ ના મેદાન. મોડાસા ખાતે યોજાયેલી સ્પર્ધા માં વિજેતા અને રનરઅપ ટીમ રાજ્ય કક્ષા એ જશે તેવું અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારી અરવલ્લી મજહર સુથારે જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!