38 C
Ahmedabad
Friday, May 17, 2024

અમદાવાદના વેજલપુરથી મેઘરજના નવાગામ ગામે જાનમાં આવેલા 6 જાનૈયાઓને પત્તાની બાજી માંડવી પડી ભારે : ઇસરી પોલીસે દબોચ્યા


ગુજરાતમાં વરલી-મટકા અને જુગાર અને દારૂના ખપ્પરમાં અનેક પરિવારો બરબાદ થઇ ગયા જુગારીઓ જગ્યા મળે ત્યાં હારજીતની બાજી માંડી રમતા શકુનિઓ અનેકવાર પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા છે ત્યારે અમદાવાદના વેજલપુરથી મેઘરજના નવાગામ (કસાણા) ગામમાં જાનમાં આવેલા જાનૈયાઓમાંથી 6 જાનૈયાઓ એક ખેતરમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા ઇસરી પોલીસે દબોચી લેતા લગ્નની મજા માણવા આવેલા જાનૈયાઓએ લોકઅપની હવા ખાવાનો વારો આવ્યો હતો પોલીસે 65 હજારથી વધુની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

અમદાવાદના વેજલપુરથી જાનમાં આવેલા જાનૈયાઓએ નવાગામ (કસાણા) ગામના દરબા ફળીયા નજીક ખેતરમાં લીમડાના ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમતા હોવાની બાતમી ઇસરી પોલીસને મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળે પીએસઆઈ વી.એસ.દેસાઈ અને તેમની ટીમે ત્રાટકી સમગ્ર ખેતરને કોર્ડન કરી હારજીતની બાજી માંડી બેઠેલા 6 શકુનિઓને ઝડપી પાડી જુગાર પર લગાવેલ અને અંગજડતી લેતા 65 હજારથી વધુ રૂપિયા અને મોબાઈલ નંગ-4 મળી કુલ રૂ.79820/- નો મુદ્દામાલ જપ્ત કરી 6 શકુનિઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

લગ્નમાં આવેલા જાનૈયાઓ જુગાર રમતા ઝડપાતા લગ્નપ્રસંગમાં ભંગ પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો 6 શકુનિઓને જામીન અપાવવા માટે વર-કન્યા પરિવારના સદસ્યોએ ભારે પરસેવો પાડવો પડ્યો હતો 6 શકુનિઓની જુગાર રમવાની આદતથી બંને પરિવારો માટે ભારે મુશ્કેલી ઉભી કરી દીધી હતી

Advertisement

જુગાર રમતા ઝડપાયેલ શકુની જાનૈયાઓ કોણ કોણ વાંચો

Advertisement

1)શુભમ પ્રકાશ ચૌહાણ (રહે,ચાંદવાળી ફળી, વિરમગામ-અમદાવાદ)

Advertisement

2)અશોક નરહરી ઠક્કર (રહે,સહયોગ-2 સોસાયટી, વેજલપુર)

Advertisement

3)સંજય મેરાજી ઠાકોર (વેજલપુર-મહેમદાવાદ)

Advertisement

4)રાહુલ કિશોર દંતાણી (રહે,સૂર્યનગર સોસાયટી, સેટેલાઇટ-અમદાવાદ)

Advertisement

5)રાહુલ સુરસંગજી ઠાકોર (રહે,ટેકરીવારો વાસ-વેજલપુર)

Advertisement

6)ચિરાગ ભરત રાઠોડ (રહે,ખોડિયાર સોસાયટી,સેટેલાઇટ-અમદાવાદ)

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!