37 C
Ahmedabad
Monday, May 6, 2024

સમીના રણમાં આવેલા કોડધા ઘુડખર અભયારણ્યને પોણા 5 કરોડના ખર્ચે ઈકો ટુરિઝમ તરીકે વિકસાવાશે


પાટણ જિલ્લામાં સમીના રણમાં આવેલ કોડધા ઘુડખર અભ્યારણ પ્રવાસન સ્થળ હોય તેનું ઈકો ટુરિઝમ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા 4. 47 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતા ટૂંક સમયમાં અભ્યારણ ખાતે પ્રાઇવેટ આપવા માટે રાત્રી રોકાણની વ્યવસ્થા સહિતની સુવિધાઓ તેમજ વાડીલાલ ડેમ પર સંસેન્ટ પોઇન્ટ બનાવી પર્યટકોમાં આકર્ષણ ઉભું થાય તેવું પ્રવાસી સ્થળ બનાવવા માટે આયોજન કરવામાં આવશે.

Advertisement

રાજ્યનું પ્રવાસી સ્થળ હોય અભ્યારણ્યમાં આવતા પર્યટકો માટે રણમાં કોઈ સવલત ન હોય રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કોડધા ઘુડખર અભ્યારણ પ્રવાસન સ્થળ તરીકે દેશભરમાં પ્રચલિત બને તેવા ઉદેશથી ઇકો ટુરિઝમ બનાવવા માટે 4.47 કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.તેવું જિલ્લા આયોજન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

Advertisement

હારીજ આર.એફ.ઓ મિલન દેસાઈએ જણાવ્યું હતું કે અભ્યારણમાં શિબિર માટે બાળકો અને ઘુડખર જોવા આવતા પર્યટકો માટે રાત્રી રોકાણ વ્યવસ્થા ,જીવન જરૂયાત વસ્તુઓ મળે તેવું સ્થળ સહિત રણમાં પાણી થી ભરેલ વાડીલાલ ડેમ શોભા સમાન હોય ત્યાં સંસેન્ટ પોઇન્ટ સહિત પર્યટકોને આકર્ષણ ઉભું કરે તે રીતે વિકસિત કરવાનું આયોજન થઈ રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!