ગોધરા
પંચમહાલ જીલ્લામા લોકસભાની ચુટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામા આવ્યો છે. જીલ્લાના તાલુકા મથકે ઉભા કરવામા આવેલા ડીસ્પેચ સેન્ટરો ખાતે ચુટણી મતદાનકાર્યમાં જોડાયેલા કર્મચારીઓને ઈવીએમ સહિત સ્ટેશનરી કીટ આપવામા આવી હતી.ત્યાર બાદ કર્મચારી એસટી બસ અને ખાનગી વાહનોમાં મતદાન મથકો ખાતે જવા રવાના થયા હતા.પંચમહાલ પોલીસ પણ આ ચુટણીમા ખડેપગે બંદોબસ્ત કરી ફરજ બજાવશે. 1000થી વધુ કર્મચારીઓ આ ચુટણી મતદાન કાર્યમા ફરજ બજાવશે.
પંચમહાલ જીલ્લામા આવતીકાલે યોજાનારી લોકસભાની ચુટણીને લઈ જીલ્લા ચુટણી તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામા આવ્યો છે.ગોધરા શહેરા સહિતના તાલુકા મથકે ડીસ્પેચ સેન્ટરો ઉભા કરવામા આવ્યા છે. ત્યાથી પોલીંગ સ્ટાફને ઈવીએમ મશીન, મતદાન મથકની સ્ટેશનરી સહીતની કીટ આપી દેવામા આવી છે. ત્યારબાદ કર્મચારીઓ એસટીબસ સહિત ખાનગીવાહનોમા બેસીને મતદાન મથકો ખાતે રવાના થયા હતા.પંચમહાલના શહેરાખાતે કાંકરી મોડેલ શાળા ખાતે ડીસ્પેચ સેન્ટર ઉભુ કરવામા આવ્યુ છે. ત્યાથી સૌને ઈવીએમ સ્ટેશનરી કીટનુ વિતરણ કરવામા આવ્યુ હતુ.મતદાન મથક ખાતે પહોચવા માટે ખાનગી ઈકો વાન તેમજ ખાનગી બસો,તેમજ એસટી બસોની વ્યવસ્થા કરવામા આવી હતી. ભારે ગરમીના પ્રકોપ વચ્ચે કોઈ આરોગ્યની ઈમરજન્સી ઉભી થાય તે માટે ડીસ્પેચ સેન્ટર ખાતે મેડીકલ કીટની વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી. અને કર્મચારીઓ મતદાન મથકો ખાતે રવાના થયા હતા.ભારે ગરમીની આગાહી વચ્ચે મતદાન મથકો ખાતે મતદારોને તકલીફ ના પડે તે માટે નાનકડો મંડપ બાંધવામા આવ્યા છે.જેથી ગરમીથી થોડી રાહત મળી શકે. પંચમહાલ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતો બંદોબસ્ત કરવામા આવ્યો છે. સાથે મતદાન મથકોનુ રાઉન્ડ ધ પેટ્રોલીંગ પણ કરી ચાપતી નજર રાખવામા આવશે.