હાલ ડિજિટલ અને ઈન્ટરનેટ યુગનો જમાનો ચાલી રહ્યો છે સમગ્ર દેશની સિલેક્ટેડ સરકારી શાળામાં કેન્દ્ર સરકાર દ્વારા ઇગ્નાઇટ માય ફ્યુચર અંતર્ગત શાળાના શિક્ષકને કોમ્પ્યુટર હાઇ જનરેશન તાલીમ આપવામાં આવ્યા બાદ શિક્ષક દ્વારા શાળાના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે અરવલ્લી જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી નજીક આવેલ બેચરપુરા પ્રાથમિક શાળાનું ઇગ્નાઇટ માય ફ્યુચર અંતર્ગત સિલેકશન થયું હોવાથી ટીસીએસ અને ડીલોઈટી દિલ્હીની સંયુક્ત ટીમે બેચરપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ઓડીટ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો
આઈ એમ એફ પ્રોગ્રામ અંતર્ગત ટીસીએસ અને ડીલોઈડની ટીમ દ્વારા સંયુક્ત પણે શામળાજી નજીકની બેચરપુરા શાળામાં મુલાકાત લેવામાં આવી હતી આઈ એમ એફ પ્રોગ્રામ હાલ અરવલ્લી જિલ્લાની કેટલીક શાળાઓમાં ટીસીએસ દ્વારા ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ શાળાના શિક્ષકની તાલીમ આપી શાળા કક્ષાએ કરવાના કાર્યક્રમની સમજ ટીસીએસ ના તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. આઈ એમ એફ ના કાર્યક્રમની શાળામાં અમલવારી કરી બાળકોને આ અંગે છેલ્લા ચાર માસથી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી હતી .જેમાં ધોરણ-6 થી 8 માં અભ્યાસ કરતા 152 જેટલા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર હાઇજનરેશન સોફ્ટવેર નોલેજ પેટર્ન, ડેટા ગેસ કરવો, રોબો ફિગર, પઝલ, સુડોકુ, જેવી વિવિધ પ્રવૃત્તિ દ્વારા બાળકોની કોમ્યુટેશનલ થીંકીંગ વધારવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા
ટીસીએસ કંપની માંથી દિલ્હીથી સુક્રીતી મેડમ અને સુજીત વૈદ્ય દ્વારા શાળાના બાળકો સાથે તજજ્ઞ શિક્ષક પંકજભાઈ પટેલ સાથે અને શાળાના આચાર્ય જિજ્ઞાસાબેન જોડે વાતચીત કરી આ પ્રોગ્રામથી બાળકોમાં કોમ્યુટેશનલ થીંકીંગ ક્યાં કામ લાગ્યું તે અંગે જાણકારી લેવામાં આવી હતી.
શાળાના આચાર્ય જીજ્ઞાબેન દ્વારા આ કાર્યક્રમનો અમલ કઈ રીતે કરાવવામાં આવ્યો તથા આ પ્રવૃત્તિથી બાળકો ડેટા ગેસ કરવો કોડિંગ ડિકોર્ડીંગ પઝલ ઓકે મોડેલ નિર્માણમાં વધુ સક્રિય થયા તે જણાવવામાં આવ્યું. ટીસીએસ કંપની માંથી આવેલા સુક્રિતી મેડમ અને સુજીત વૈદે બાળકો સાથે વાતચીત કરી એક બે એક્ટિવિટીનો ડેમો કરાવી આ અંગેનું ઓડિટ કર્યું હતું. જીજ્ઞાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી એક્ટિવિટી થી 2025 માં આવનારી PISA ની પરીક્ષા માટે બાળકો સારી રીતે તૈયાર થઈ શકે છે. અરવલ્લી જીલ્લાના ધનસુરા બીઆરસી તથા સી.આર.સી કૌશલભાઈ અને માર્મિકભાઈ સાથે રહી ટીમને મદદરૂપ બન્યા હતા