અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ લોકસભા- 2024ની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલના સંપન્ન થાય અને મતદારો 7મે ચૂંટણીનાં દિવસે નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે જીલ્લા એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો સહિત વિવિધ એજન્સી અને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન દ્વારા આચારસંહિતાની અમલવારી થી લઈને આજદીન સુધી 4589 વ્યક્તિઓ સામે અટકાયતી કાર્યવાહી કરવામાં આવી છે
અરવલ્લી જીલ્લા પોલીસતંત્રના જણાવ્યા અનુસાર દેશી-વિદેશી દારૂના 861 ગુન્હામાં 57 હજારનો 2858 લીટર દેશી દારૂ,75.83 લાખનો 13417 લીટર વિદેશી દારૂ ઝડપી લીધો હતો નોન બેલેબલ વોરંટની 2240 બજવણી કરવામાં આવી હતી જીલ્લામાં હથિયારનો પરવાનો ધરાવતા પરવાનેદાર પાસેથી 730 હથિયાર પોલીસે જમા લીધા હતા જ્યારે એક ઈસમને ગેરકાયદેસર હથિયારનો કેસ કરવામાં આવ્યો હતો NDPS એક્ટ હેઠળ એક ગુન્હો નોધવામાં આવ્યો હતો વચગાળાના જામીન પર ફરાર એક આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ એમવી એક્ટ-185 હેઠળ 68 અને એમવી એક્ટ-207માં 210 કેસ કરવામાં આવ્યા છે બિનહિસાબી 1.09 કરોડ રોકડ રકમ સીઝ કરવામાં આવ્યા છે ગુન્હા આચરી નાસતા-ફરતાં 60 આરોપીને પકડી જેલમાં મોકલી આપ્યા હતા 4 આરોપી સામે પાસા અને 2 આરોપીને તાડીપાર કરવામા આવ્યા હતા સીઆરપીસી-122 હેઠળ 48 સામે કાર્યવાહી કરી હતી જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે 170 ફ્લેગ માર્ચ અને એરીયા ડોમિનેશન કરી ભયમુક્ત વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ છે જીલ્લા પોલિસતંત્ર દ્વારા લોકોની ફરિયાદો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે