33 C
Ahmedabad
Thursday, May 2, 2024

નરેશ પટેલ રાજકારણમાં જોડાય તેને લઈને સસ્પેન્સ છે ત્યારે હાર્દિક પટેલે પણ આ અંગે આજે કરી આ સ્પષ્ટતા


ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણીઓની બેઠકનું આયોજન કરાયું હતું જેમાં સામાજિક સાથે રાજકિય ચર્ચા કરવામાં આવી હતી. નરેશ પટેલ રાજકારણમાં જોડાય તેને લઈને સસ્પેન્સ છે ત્યારે હાર્દિક પટેલે પણ આ અંગે આજે સ્પષ્ટતા કરી છે. આજે આ બેઠકમાં રાજકિય, સામાજિક, પારીવારીક સહીતના મુદ્દે ચર્ચા થઈ હતી. સામાજિક સલાહ કે રાજકી સલાહ નરેશ પટેલની લઈને આગળ વધીએ છીએ. કેસો પાછા ખેંચવાની વાત છે. જેમાં 22થી વધુ કેસો પરત ખેંચાયા છે. અન્ય કેસો બાકી છે તે પાછા ખેેંચાય તે માટે નરેશ પટેલે રજૂઆત કરી છે. કોઈ પણ પ્રકારનો આદેશ સર્વમાન્ય ગણી આગળ વધીશું.

Advertisement

તમારો રાજકિય નિર્ણય જલદી જાહેર કરે તેવી માંગણી કરી છે અને જલદી નિરાકરણ આવશે. અમારો ઉદ્દેશ્ય લોકોને સારું નેતૃત્વ આપવાનો છે. આ સંસ્થા પાટીદાર સમાજની કુળજદેવીની છે પરંતુ દરેક સમાજના વર્ગની ચિંતા અમે કરતા આવ્યા છીએ. આ સર્વે સમાજની આસ્થાનું કેન્દ્ર છે. અનેક ચર્ચાઓ બાદ કોંક્રિટ વસ્તુએ છે કે, તમામ રાજકિય પક્ષમાં જોડાવવાને લઈને તેઓ ટૂંક સમયમાં નિર્ણય કરે તેવી અમારી ઈચ્છા છે. તે અંગે પણ હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!