29 C
Ahmedabad
Monday, April 29, 2024

અમદાવાદ : બોપલમાં 5 દુકાનમાં આગ લાગી, ફાયર બ્રિગેડની 7 જેટલી ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો


અમદાવાદમાં બોપલમાં 5 દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વકીલ બ્રિજ પાસેની દુકાનમાં આગ લાગી હતી. આગના બનાવના પગલે ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી હતી. જ્યાં એક સાથે 5 દુકાનોમાં આગ લાગી હતી. ઘટના સ્થળે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવામાં આવી હતી.

Advertisement

ખાસ કરીને આકસ્મિક આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે સતત મારો ચલાવીને પ્લાયબુડ, હાર્વેડની ગાડીઓ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. 7 જેટલી ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં પ્લાયવુડ સહીતના સામાન બળીને ખાખ થઈ ગયો છે. ખાસ કરીને 3 દુકાનમાં આગ લાગી અને બાકીની બે દુકાનમાં આ આગની અસર થઈ હોવાનુું માનવામાં આવે છે. દુકાનના પતરાઓ તોડીને ત્યાં કુલિંગ કરવામાં આવ્યું છે. સ્થાનિકોએ આગ લાગતાની સાથે જ ફાયરબ્રિગેડની તત્કાલ મદદ લીઘી હતી. ઘટના સ્થળ પર સતત ફાયર ફાયટરની સાત જેટલીક ગાડીઓ દ્વારા આ આગ પર કાબુ મેળવતા કલાકો થયા હતા કેમ કે, પ્લાયવુડની સીટો સહીતનો સામાન બળવાના કારણે અન્ય સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!