29 C
Ahmedabad
Sunday, May 5, 2024

VCE કર્મચારીઓના સમર્થનમાં પૂર્વ અરવલ્લી જીલ્લા પંચાયત રાજેન્દ્ર પારઘીએ CMને પત્ર લખ્યો : ફીક્સ વેતન નિમણુંક, સરકારી દરજ્જો આપો


ગુજરાતમાં 11 હજારથીપણ વધુ VCE ગ્રામપંચાયતમાં ફરજ બજાવી રહ્યાં છે.સરકાર મામૂલી કમિશન ચૂકવે છે અને તે પણ અનિયમિત મ‌ળે છે. અમને નિયત પગાર ધોરણ પર લેવામાં આવે. જોબ સિક્યોરિટી અને સરકારી લાભો મ‌ળવા સહીત વિવિધ પડતર પ્રશ્નો અંગે વીસીઇ મંડળ દ્વારા ૨૦૧૬ થી મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરી હડતાળનું શસ્ત્ર પણ અનેકવાર રજુઆત કરવા છતાં તેમને ન્યાય નહિ મળતા અરવલ્લી જીલ્લા પાંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી વીસીઈ કર્મચારીઓને ફિક્સ વેતન અને સરકારી દરજ્જો આપવાની માંગ કરી હતી

Advertisement

વીસીઈ કર્મચારીઓની માંગણીઓને લઈને મુખ્યમંત્રીએ પગાર-ધોરણની માંગણીને લઈને જવાબદાર તંત્રને સૂચના આપતા સકારાત્મક બાહેધરી આપેલ હતી .પંચાયત વિભાગ દ્વારા ૮ મહિના થવા છતાં માંગણીઓ બાબતે કોઇ અમલ ના કરતા અને ઇગ્રામ સોસાયટી એસ.એલ.ઇ નીલકંઠ માતર દ્વારા પ્રાયવેટીકરણ ( b2c ) ના મુદા લાવીને ખોટી માહીતી આપીને વીસીઇની માંગણી બાબતે કોઇ નિર્ણય ના થાય તેવા પ્રયાસ થતા સમગ્ર ગુજરાત ના વીસીઇ નુ ભવિષ્ય અંધકારમય બનેલ છે.મુખ્યમંત્રી અને પંચાયતમંત્રીએ માંગણીઓ સ્વીકારીને નિરાકરણ કરવાની બાહેધરી આપેલ હોવા છત્તા આજદિન સુધી કોઈ જ કાર્યવાહી આ બાબતે કરવામાં આવેલ નથી જેના કારણે આખા ગુજરાત ના વિ.સી.ઈ મંડળ ના કર્મચારીઓ ને ખુબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે . ઉપર્યુક્ત રજૂઆત પરત્વે , ગ્રામ પંચાયત ઇગ્રામ કોમ્પ્યુટર સાહસિક સાથે સમાન કામ સમાન વેંતન લઘુતમ વેતનનો ભંગ થતો હોવાથી મિશન પ્રથા બંધ કરાવી ફિક્સ વેતનથી નિમણુંક અપાવી સરકારી કર્મચારીનો દરજ્જો આપવામાં આવેની માંગ પત્રમાં કરવામાં આવી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!