38 C
Ahmedabad
Monday, May 20, 2024

કાળઝાળ ગરમીમાં આંખોમાં થાય છે બળતરા, તો અપનાવો આ રીત અને મેળવો તરત રાહત


આ કાળઝાળ ગરમીમાં લોકોની હાલત દયનીય છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને હીટ સ્ટ્રોકની માત્ર સ્કીન, વાળ પર જ નકારાત્મક અસર નથી થતી, પરંતુ તેની અસર આંખો પર પણ પડી રહી છે. ઉનાળામાં પરસેવાથી આંખો બળે છે, સ્કીનમાં ઇચિંગ થાય છે. ઉનાળામાં મોટાભાગના લોકો ડ્રાઇ આઇઝ, દુખાવો, એલર્જી, કાંટા પડવા, કોર્નિયા જેવી સમસ્યાઓથી પરેશાન હોય છે. આ ઉનાળામાં તડકો અને તેના કારણે થતો પરસેવો આંખોને અસર કરી શકે છે. જો આ ગરમીમાં આંખોમાં બળતરા થતી હોય તો તમે તમારી આંખોને ઠંડા પાણીથી ધોઈ શકો છો. પરંતુ અહીં આપેલા અન્ય ઉપાયોની મદદથી તમે આ ઉનાળામાં તમારી આંખોની સંભાળ રાખી શકો છો.

Advertisement

ગરમ હવાઓથી આંખોને આવી રીતે બચાવો

Advertisement

સન ગ્લાસ પહેર્યા વગર ઘરથી બહાર ન નિકળો
મીડિયા રિપોર્ટ અનુસાર, જે રીતે સ્કીન માટે સનસ્ક્રીન જરૂરી છે, તેવી જ રીતે આંખોને હીટ વેવથી બચાવવા માટે રક્ષણાત્મક કવરની જરૂર હોય છે. જો તમે દિવસ દરમિયાન ઘરની બહાર નીકળો છો, તો ડ્રાઇ આઇઝ, કોર્નિયા બર્ન જેવી સમસ્યાઓને ટાળવા માટે સારી ગુણવત્તાના સનગ્લાસ પહેરો. તે તમારી આંખોને સૂર્ય પ્રકાશથી બચાવશે.

Advertisement

પ્રવાહી પદાર્થ પુષ્કર માત્રામાં પીવો
ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે જ્યુસ, અથવા એનર્જી ડ્રિંક પીવું ખૂબ જ જરૂરી છે. આંખના સારા સ્વાસ્થ્ય માટે પ્રવાહીનું વધુ પડતું સેવન પણ સારું છે. ઉનાળામાં પાણી પીવું આંખના સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. તેથી તમારી આંખોને શક્ય તેટલી હાઇડ્રેટેડ રાખો.

Advertisement

આંખોમાં આઈ ડ્રોપ્સ નાખો
હાઇડ્રેટેડ રહેવાની સાથે ઉનાળાની ઋતુમાં આંખોમાં આઇ ડ્રોપ્સ નાખવા પણ જરૂરી છે. જેના કારણે આંખોમાં લુબ્રિકેશન રહે છે. આંખના સારા ડોક્ટરની સલાહ લીધા પછી આઇ ડ્રોપ્સ ખરીદો અને તેનો નિયમિત ઉપયોગ કરો. ઉનાળામાં આંખો ઘણીવાર ડ્રાઇ થઈ જાય છે, અને બળતરા અનુભવાય છે. આવી સ્થિતિમાં ડોક્ટરનો સંપર્ક કરો અને આંખો માટે આંખના ટીપાં ખરીદો જેથી તમારી આંખો સુરક્ષિત રહે.

Advertisement

નોંધ – આંખોમાં નાખવામાં આવતી દવા અથવા તો અન્ય કોઇ ઉપચાર મેડિકલ સંબંધિત કરતા પહેલા આંખોના નિષ્ણાંતની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!