33 C
Ahmedabad
Thursday, May 9, 2024

MS Dhoni આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો મેન્ટર બની શકે છે : ગાવસ્કર


ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર અને દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરને લાગે છે કે મહેન્દ્ર સિંહ ધોની આગામી સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે જોવા નહીં મળે. જો કે, ગાવસ્કરે સ્વીકાર્યું છે કે તેઓ CSK મેન્ટરની ટોપી પહેરી શકે છે. ધોનીએ તેની IPL નિવૃત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ કહ્યું છે કે તે ચોક્કસપણે પીળી જર્સીમાં જોવા મળશે, પછી તે ખેલાડીની જર્સી હોય કે અન્ય કંઈપણ પદ હોય.

Advertisement

ભારતના ભૂતપૂર્વ કેપ્ટને 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. IPL 2022 પહેલા કેપ્ટનશિપ પણ છોડી દીધી હતી, પરંતુ જ્યારે રવિન્દ્ર જાડેજા કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો ત્યારે તેણે ફરીથી ધોનીને કેપ્ટન્સી સોંપી હતી. હવે સુનીલ ગાવસ્કર કહે છે કે 40 વર્ષીય એમએસ ધોની આગામી સિઝનમાં ચેન્નાઈના ડગઆઉટમાં જોવા મળી શકે છે કારણ કે તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ચાર ટ્રોફી જીતી છે.

Advertisement

સુનિલ ગાવસ્કરે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ મેચ બાદ કહ્યું, મને લાગે છે કે ધોનીને પીળા રંગમાં જોવો જ જોઈએ. ખેલાડીની જર્સી હોય કે અન્ય કોઈ પીળી જર્સી. ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલેથી જ IPL 2022 પ્લેઓફની રેસમાંથી બહાર છે અને શુક્રવારે તેની અંતિમ લીગ તબક્કાની મેચમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કરશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!