24 C
Ahmedabad
Thursday, May 2, 2024

6G લાવવાની તૈયારીમાં SAMSUNG, 5Gથી 50 ઘણી વધુ હશે ઇન્ટરનેટની સ્પીડ


ભારતમાં આ સમયે ટેલિકૉમ કંપની 5જીનું ટ્રાયલ કરી રહી છે. આ રીતે આશા કરવામાં આવી રહી છે કે આવતા વર્ષ સુધી ભારતમા 5જી સર્વિસની શરૂઆત થઇ જશે. બીજી તરફ ભારતમાં 5જીના કોમર્શિયલ રોલ આઉટ પહેલા જ 6જીને લઇને સમાચાર આવ્યા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ભારતમાં 6જીને લઇને તૈયારી પણ શરૂ થઇ ગઇ છે.

Advertisement

સેમસંગ ઇલેક્ટ્રોનિંક્સે તાજેતરમાં 6જી અનુસંધાન, વિકાસ અને માનકીકરણના નેતૃત્વ કરવા માટે સંચાર પ્રોધોગિકીઓના ભવિષ્ય પર ચર્ચા કરવા માટે એકેડમિક અને ઉદ્યોગના જાણકારો સાથે પોતાની પ્રથમ 6જી ફોરમ આયોજિત કરી છે. ફોરમમાં ધ નેકસ્ટ હાઇપર-કનેક્ટેડ એક્સપીરિયન્સ ફોર ઓલ ટાઇટલથી વૈશ્વિક ઉદ્યોગના જાણકારોએ 6જી એર ઇન્ટરફેસ અને 6જી માટે એઆઇ-આધારિત ઇન્ટેલિજન્ટ નેટવર્કના વિષયો પર ચર્ચા કરી છે.

Advertisement

સેમસંગ રિસર્ચના અધ્યક્ષ અને પ્રમુખ સેબેસ્ટિયન સેઉંગે પોતાના ભાષણ દરમિયાન કહ્યુ, અમે કલ્પના કરીએ છીએ કે 6જી હાઇપર-કનેક્ટિવિટીના આગામી સ્તરના માધ્યમથી મનુષ્યો અને દરેક વસ્તુ માટે અંતિમ અનુભવ પ્રદાન કરશે અને આ વિચાર અમારા 6જી વિજનના પાયાના રૂપમાં કામ કરે છે. સેઉંગે કહ્યુ કે  આ 6જીની તૈયારી શરૂ કરવાનો સમય છે.

Advertisement

સેમસંગે આ મહિનાની શરૂઆતમા એક શ્વેત પત્ર જાહેર કર્યો હતો, જેમાં 6જી માટે પોતાનો દ્રષ્ટિકોણ રાખ્યો હતો જેને અલ્ટ્રા-વાઇડબેન્ડ, અલ્ટ્રા-લો લેટેંસી, અલ્ટ્રા-ઇન્ટેલિજન્સ અને હાઇપર સ્પેશિયલાઇજેશન અને 6જી માટે ગ્લોબલ ફ્રીકવન્સી બેન્ડને સુરક્ષિત કરવાની રીતના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!