36 C
Ahmedabad
Monday, May 20, 2024

દહીંમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, તરત જ Whiteheads રીમૂવ થઇ જશે


ગરમીમાં સ્કિન ઓઇલી થવા લાગે છે. આ ગરમીમાં બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યા વધુ પ્રમાણમાં થાય છે. જેના કારણે સ્કિન ખરાબ થવા લાગે છે અને ચહેરો ગંદો લાગે છે. આ બધામાંથી છૂટકારો મેળવવા માટે અનેક છોકરીઓ જાતજાતની બ્યુટી પ્રોડ્કટ્સનો ઉપયોગ કરતી હોય છે. પાર્લરમાં જઇને અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવે છે તેમ છતાં આ સમસ્યામાંથી બહાર આવી શકતા નથી. તો આજે અમે તમને કેટલાક એવા ઘરેલું નુસ્ખા જણાવીશું જેનાથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો.

Advertisement

ટામેટા
તમે બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ રીમૂવ કરવા માટે સૌથી પહેલા એક કે બે ટામેટા લો. ટામેટા વિટામીન સીથી સૌથી ભરપૂર હોય છે. આ માટે સૌ પ્રથમ તમે જરૂરિયાત મુજબ ટામેટા લો. પછી આ ટામેટાની સ્લાઇસ કરીને ચહેરા પર લગાવો. ત્યારબાદ 10 મિનિટ રહીને ચહેરાને ઠંડા પાણીથી ક્લિન કરી લો. આમ કરવાથી તમારો ફેસ એકદમ ક્લિન થઇ જશે અને તમારા બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ તરત જ છૂ થઇ જશે.

Advertisement

દહીં
દહીંમા લેક્ટિક એસિડ હોય છે જે સ્કિનને લગતી અનેક તકલીફને દૂર કરવાની તાકાત ધરાવે છે. દહીં તમારી આ સમસ્યાને દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે સૌ પ્રથમ ત્રણ ચમચી દહીં લો અને એમાં બે ચમચી ઓટમીલ એડ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને પછી 20 મિનિટ રહીને ચહેરો ક્લિન કરી દો. આમ કરવાથી તમારા ફેસ પરના વ્હાઇટહેડ્સ તરત જ રીમૂવ થઇ જશે. બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ તમારા ફેસને બગાડીને મુકી દે છે. આ માટે તમારા ફેસ પરથી આને ક્લિન કરવા ખૂબ જ જરૂરી છે. જો તમે આ બાબત પર પ્રોપર ધ્યાન આપતા નથી તો તમારી પર્સનાલિટી બગડે છે અને તમારો ચહેરો બહુ ગંદો થઇ જાય છે.

Advertisement

નોંધ – શરીરને લગતા કોઇપણ ઘરઘથ્થુ ઉપચાર કરતા પહેલા આપના ફેમિલી તબીબ અથવા તો સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ અચૂક લેવી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!