33 C
Ahmedabad
Thursday, May 9, 2024

ભૂવનેશ્વર યોર્કર કિંગ બન્યો, મુંબઇ સામે 19મી મેઇડન ઓવર નાખી પઠાણને પછાડ્યો


IPL 2022ની સીઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાની છઠ્ઠી જીત મેળવીને પ્લે ઓફની રેસમાં છે. કેન વિલિયમસનની કેપ્ટન્સીમાં હૈદરાબાદની ટીમે મંગળવારે રમાયેલી મેચમાં રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સને 3 રને હરાવ્યું હતું.

Advertisement

આ મેચ રોમાંચક હતી, જેમાં હૈદરાબાદે બાજી મારી હતી. આ જીતમાં અનુભવી ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારની મહત્વની ભૂમિકા રહી હતી. ભૂવનેશ્વરે બતાવી દીધુ કે તેની યોર્કરમાં ધાર છે અને તે તેનો કિંગ છે.

Advertisement

19મી ઓવર મેઇડન ફેકી મેચ પલટી

Advertisement

194 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે 18 ઓવરમાં 6 વિકેટે 175 રન બનાવી લીધા હતા. અહીથી ટીમને જીતવા માટે 12 બોલમાં 19 રનની જરૂર હતી. એવામાં વિલિયમસને ભૂવનેશ્વર કુમારને ઓવર આપી હતી, જેના બીજા બોલ પર જ સંજય યાદવ આઉટ થયો હતો.

Advertisement

તે બાદ જસપ્રીત બુમરાહ સામે યોર્કર ફેકતા આ ઓવરમાં એક પણ રન આપ્યો નહતો. આ ઓવર મેઇડન રહી હતી. એવામાં મુંબઇને અંતિમ ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી જેમાંથી 15 રન જ બન્યા હતા. જો ભૂવીની ઓવરમાં કેટલાક રન આવ્યા હોત તો મુંબઇ જીતી શકતુ હતુ.

Advertisement

મેઇડન ઓવરના રેકોર્ડમાં ઇરફાન પઠાણને પછાડ્યો

Advertisement

ભૂવનેશ્વર કુમારે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 11 મેઇડન ઓવર ફેકનાર બીજો બોલર બની ગયો છે. આ મામલે પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણને પછાડ્યો છે. આઇપીએલમાં સૌથી વધુ 14 મેઇડન ઓવર સાથે પ્રવીણ કુમાર ટોપ પર છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!