33 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી :LCBએ ફિલ્મી ઢબે દારૂ ભરેલી કારનો 20 કિમી પીછો કરી ઇસરી નજીકથી ઝડપી : રોડ પર ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો


રાજસ્થાન રાજ્યને અડીને આવેલી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો નાના-મોટા વાહનો મારફતે રાજ્યમાં દારૂ ઠાલવી રહ્યા છે અરવલ્લી જીલ્લા પોલીસે બુટેગરો પર તવાઈ બોલાવી ખેપ નિષ્ફ્ળ બનાવી રહ્યા છે એલસીબી પોલીસ જીલ્લા સેવાસદન નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા આઈ-20 કારમાં દારૂ ભરી આવતા બુટલેગરોને અટકાવવાનો પ્રયત્ન કરતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે કારનો પીછો કરતા બુટલેગરો 20 કિમિ સુધી કાર દોડાવી હાંફી જતા શાંતિપુરા નજીક કાર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી 1.05 લાખનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી પોલીસે દારૂ ભરેલી કારનો પીછો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

અરવલ્લી એલસીબી પીએસઆઈ વી.વી.પટેલ અને તેમની ટીમે દારૂની હેરાફેરી અટકાવવા મોડાસા એન્જીનીયરીંગ ત્રણ રસ્તા પર વાહન ચેકીંગ હાથધરતા વિદેશી દારૂ ભરેલી કાર મોડાસા તરફ આવતી હોવાની બાતમી મળતા પોલીસ વોચમાં ગોઠવાઈ બાતમી આધારિત કાર આવતા તેને ડંડા થી અટકાવવા જતા બુટલેગરે કાર હંકારી મુકતા પોલીસે કારનો પીછો કરતા દેવરાજ ધામના આંતરિયાળ વિસ્તારમાં કાર દોડાવી મૂકી હતી પોલીસે ફિલ્મીઢબે પીછો કરતા આખરે બુટલેગરો ઇસરી નજીક શાંતિપુરા ગામ નજીક કાર મૂકી અંધારામાં ઓગળી જતા પીછો કરતી પોલીસે કારમાંથી 1.05 લાખના દારૂ અને કાર મળી રૂ.6.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!