28 C
Ahmedabad
Friday, April 26, 2024

‘હાર્દિક’ આમંત્રણ છે, પધારો બીજેપી અથવા તો આપમાં


મહેન્દ્ર બગડા

Advertisement

હાર્દિક પટેલ, ગુજરાતની રાજનીતી અને જાહેર જીવનમાં એક અદ્દભુત નામ.મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. દેખાવે સાવ સાધારણ,હજુ તો પચ્ચીસ વર્ષની ઉંમર હોવા છતાં કોઈ પીઢ રાજનીતિજ્ઞ જેવુ મોટું પેટ અને ખંધાઈ. પરંતુ આ હાર્દીક પટેલ ન્યુઝનો ડાર્લીંગ છે. ટીવી ચેનલોમાં હાર્દીક પટેલ જેટલો કોઈ ચાલતો નથી. તે પછી પાટીદાર આંદોલન હોય કે ત્યાર બાદ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને હવે આપ અથવા તો ભાજપમાં જોડાઈ જવાની અફવા.

Advertisement

હાર્દીકના એક વિઝ્યુઅલ માટે નેશનલ ચેનલોના કેમેરામેનો જીવ જોખમમાં મુકી દેતા હતાં.
લાજપોર જેલમાંથી તેનું છૂટવું ,ત્યાર બાદ ઉદયપુર રહેવા જવું એ તમામ જગ્યાએ તેની આગળ પાછળ સેંકડો  કમેરામેન અને રિપોર્ટર રીતસર દોડધામ કરતાં હતાં

Advertisement

પરંતુ આ જ હાર્દિક પટેલને અમારા સહકર્મી અને પત્રકારત્વના સિનિયર અને પ્રામાણિક પત્રકાર સુરેશ વનોલે ટીવી ઈન્ટર્વ્યુ માટે ના કહી દીધી હતી. જ્યારે પ્રથમ વખત પાટીદાર આંદોલનની રેલી નીકળી હતી અને વિસનગરમાં હાર્દિક, લાલજી પટેલ વગેરે લોકો રેલીમાં હાજર હતાં ત્યારે તે સમયના ટીવી નાઈનના પત્રકાર સુરેશ વણોલને લાલજી પટેલે કહ્યું કે આ કાળીયો એવો છોકરો હાર્દિક પટેલ છે, પ્લીઝ,તેનો એક ઇન્ટરવ્યૂ કરી લો ને.તો સુરેશ વણોલે એમ કહી ના કહી હતી કે TV9ના સ્ટાન્ડર્ડ પ્રમાણે આ ઈન્ટર્વ્યુ અમે કરી શકીએ નહીં. પરંતુ પછી તો હાર્દિક પટેલ ટીવીનો સૌથી ગમતો ચહેરો બની ગયો. તેના એક સેકન્ડના વિઝ્યુઅલ માટે પત્રકારો કલાકો વેઈટ કરતા અને આજ હાર્દિકની જીત છે.

Advertisement

ફરી વખત હાર્દિક પટેલ ટીવી અને ન્યુઝના હેડલાઈનમાં આવી રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બની કોંગ્રેસનો સર્વાધિક ઉચ્ચ હોદ્દો લીધા બાદ અચાનક હાર્દિકને એમ થયું કે આ કોંગ્રેસતો દેશદ્રોહી અને ભારત વિરોધી છે. બોલો, જે હાર્દિક અને રાહુલ અંધારામાં મેરિયટ હોટેલમાં મળેલા, ત્યાં સૂટકેસ માં વિચારોનું આદાન-પ્રદાન થયેલું, ત્યાર બાદ રાહુલે હાર્દિકને સીધા જ કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા તે હાર્દિકને હવે કોંગ્રેસ અને રાહુલ પસંદ નથી.

Advertisement

હાર્દિકે ક્યાં પક્ષમાં જવું કે રહેવું તે તેનો અંગત નિર્યણ છે. પરંતુ જાહેર જીવનમાં કોઈ accountability( ઉત્તરદાયિત્વ) એટલે કે જવાબદારી હોય છે.

Advertisement

હાર્દિકે કમ સે કમ એ પાટીદાર યુવાનો, શહિદ થયેલા પરિવાર વગેરેને જવાબ આપવો જ જોઈએ. જે ભાજપ હાર્દીક અને પાટીદારો આંદોલનના યુવાનોને રાક્ષસ જેવી પાર્ટી લાગતી હતી તે અચાકન કેમ ગમવા લાગી? જો હાર્દિક ભાજપમાં જોડાય તો આ પ્રશ્ન રહે છે. જો આપમાં જોડાય તો કોઈ પ્રશ્ન નથી.

Advertisement

ફરી પાછા હાર્દિકના ફ્લેશબેક પર, હાર્દિક પટેલ વિસનગર જેવા નાના ગામમાં જન્મી થોડો ઘણો અભ્યાસ કરી સીમ્પલ નોકરી ધંધો કરવાને બદલે જાહેર જીવન પસંદ કરે છે. નિયતીએ તેની ફેવર કરી. ગુજરાતના સૌથી પાવરફુલ પટેલ સમાજે હાર્દીકના દરેક વિચારને વધાવી લીધો. હાર્દિક કહે કે અમદાવાદમાં 20 લાખ પટેલોએ એકઠાં થવાનું છે તો  એટલા પટેલો સ્વખર્ચે અમદાવાદ  આવી જાય. તેના માટે કરોડો રુપિયાનું ભંડોળ એકઠું કરી આપ્યું. પાટીદાર યુવાનો અને ઉદ્યોગપતીને લાગ્યું કે આ યુવાન સમાજ માટે કંઈક કરી બતાવશે. સમગ્ર ગુજરાત હાર્દિકના એક ઈશારે સળગી ગયું. અનેક યુવાનો પોતાની ઝીંદગીથી હાથ ધોઈ બેઠા. કરોડો રુપિયાની પ્રોપર્ટીનો નાશ થઈ ગયો. અંતે હાર્દિકે રાજનીતી પસંદ કરી. એક સમયે ભાજપનો સૌથી કટ્ટર દુશ્મન હવે કદાચ ભાજપમાં જોડાઈ શકે છે. રાજનીતીમાં કંઈ પણ બની શકે. હાર્દીક ભાજપમાં જોડાઈ જાય તો આવતી કાલે રાહુલ કે પ્રિયંકા પણ મોદી શરણમ ગચ્છામી કરે તો નવાઈ નહીં. રાજનીતીમાં કોઈ મૂલ્યો, સિધ્ધાંતો વગેરે રહ્યાં જ નથી.  જે હાર્દીક ભાજપને અત્યંત ધીક્કારતો હતો તે હવે કદાચ ભાજપમાં જોડાઈ શકે.

Advertisement

હાર્દિક પર પાટીદાર ઉદ્યોગપતીઓ પાસેથી કરોડો રુપિયાનુ ફંડ ઉઘરાવ્યાનો પણ આરોપ લાગતો આવ્યો છે. અમરેલીના બે ચાર ઉદ્યોગપતીઓએ પ્રથમ આંદોલન માટે અને ત્યાર બાદ કોંગ્રેસની ટીકીટની ફેવર માટે હાર્દીકને આર્થીક સહાય કરી હોવાનું ખાનગીમાં ચર્ચાઈ રહ્યું છે. એક મહાશય તો પોતાના સગા કાર્યકરને જ્યુસ ના પીવડાવે તેટલા કંજુસ હોવા છતાં ટિકિટ માટે હાર્દીકને કેટલાક લાખ રુપિયા આપ્યા હોવાની ગોસીપ સંભળાઈ રહી છે. જો કે હાર્દીક આવા તમામ આરોપોને એક ઝાટકે ફગાવી દે છે.

Advertisement

આ લખાઈ રહ્યું છે તે સમયે જ હાર્દિકે કોંગ્રેસ છોડ્યા બાદની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરી છે. હાર્દિકે કહ્યું કે કોંગ્રેસમાં તેના ત્રણ વર્ષ વેડફાયા, તો તેની સામે અમરેલી જીલ્લાના આપના કાર્યકરો કહે છે કે તારા તો માત્ર ત્રણ વર્ષ વેડફાયા. તારા રવાડે ચડેલા અનેક યુવાનોની કારકીર્દી રોળાઈ ગઈ, અનેકના જીવ વેડફાયા તેનું શું?

Advertisement

હાર્દિક કોંગ્રેસ માટે મત માંગ્યા તેની પણ માફી માંગી લીધી. આ ખુબ સરસ કર્યું. નેતાઓ મન ફાવે તે પક્ષમાં જોડાઈ શકે, મત માંગી લે અને પછી કંઈ વાંધો પડે એટલે માફી માંગી લેવાની. હાર્દિક આજે ભાજપમાં જોડાવાની ના કહે છે, પરંતુ ફરી વખત માંફી માંગી ભાજપમાં જોડાઈ શકે છે.
હાર્દિકના ઉદયની કેટલીક તારીખ 6 જુલાઈ 2015- મહેસાણામાં હાર્દિકની પ્રથમ રેલી. આવેદનપત્ર પાઠવ્યું. આ સમયે હાર્દિક સાધારણ કન્વીનર હતો

Advertisement

23 2015- રેલી બાદ ધારાસભ્યની ઓફિસમાં તો઼ડફોડ અને ખાનગી ન્યુઝ ચેનલના કેમેરામેનનો કેમેરો તોડી નાંખ્યો.
મૂળ આંદોલન સરદાર પટેલ ગૃપનું
હાર્દિક તે સમયે સામાન્ય કન્વીનર
ખાનગી ચેનલના કેમેરા તોડી નાંખવાના કેસમાં હાર્દિક સામેલ હતો. કુલ આઠ લોકો પર હુમલાનો ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હજુ પણ હાર્દિક પર મહેસાણા જીલ્લામાં પ્રવેશ પર પાબંદી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!