30 C
Ahmedabad
Monday, April 29, 2024

અરવલ્લી : મોડાસાની તત્વ કોલેજ ખાતે ભરતી મેળાનું આયોજન


તત્વ ઇજનેરી કોલેજ, મોડાસા અને જિલ્લા રોજગાર કચેરી (મોડેલ કેરિયર સેન્ટર), મોડાસાના સૌજન્ય થી ડિપ્લોમા ઈજનેરો માટે મહા ભરતી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 23-05-2022 ને સોમવાર ના રોજ તત્વ મંથન હૉલ, તત્વ કોલેજ, મોડાસા ખાતે બધી જ બ્રાન્ચના ડિપ્લોમા ઈજનેરો માટે ભરતી મેળો રાખવામાં આવેલ છે. આ ભરતીમાં લગભગ 150 થી વધારે ડિપ્લોમા ઇજનેરો ની ભરતી કરવા આઈ.ટી.સી. લીમીટેડ, નડિયાદની કંપની આવવાની છે. જેમાં સુપરવાઇઝર, ક્વૉલીટી કંટ્રોલ એન્જિનિયર, અને ઑપરેટર વિગેરે વિવિધજગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ થનાર છે.

Advertisement

તત્વ કોલેજ, મોડાસાના કેમ્પસ ડાયરેક્ટરશ્રી પ્રો. જયદત્ત સિંહ પુવાર અને પ્રિન્સિપાલ શ્રી ડો. કિરણ દરજી એ ઘર આંગણે આવેલી રોજગારીની તકનો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું છે.અને 2019 થી 2022 સુધી માં પાસ થયેલ તમામ ડિપ્લોમા ઇજનેરોએ જરૂરી પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે હાજર રહેવા ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલના ઇન્ચાર્જ પ્રોફેસર હરેન્દ્રસિંહ ચૌહાણે વિદ્યાર્થીઓનેસુચિત કર્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!