34 C
Ahmedabad
Friday, May 17, 2024

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી શાખાને રાજ્યપાલના હસ્તે બે એવોર્ડ એનાયત : રાજ્યમાં સેવાકીય કાર્યોમાં દબદબો


અરવલ્લી જીલ્લામાં છેલ્લા 7 વર્ષથી આરોગ્યલક્ષી સેવાઓ માટે સતત અગ્રેસર અને છેવાડાના માનવી સુધી આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવા પ્રયત્નશીલ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જીલ્લા શાખાને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ બે સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અરવલ્લી જીલ્લામાં કાર્યરત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને રાજ્ય કક્ષાએ બે એવોર્ડ મેળવી સેવાકીય કાર્યોમાં દબદબો યથાવત રહ્યો હતો જેમાં ગુજરાત જિલ્લા અને તાલુકા બ્રાન્ચના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

અમદાવાદ ગુજરાત સ્ટે બ્રાન્ચ ખાતે મહામુહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજ્ય કક્ષાની જનરલ મિટિંગમાં સમગ્ર રાજ્યમાં ફંડ કલેક્શન અને યુથ રેડક્રોસ રજિસ્ટ્રેશનમાં અગ્રેસર રહેલ અરવલ્લી જીલ્લા શાખાના ચેરમેન ભરત પરમાર અને કારોબારી સભ્ય વનીતાબેન પટેલ તેમજ દિપ્તી ઉપાધ્યાયને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા બે એવોર્ડ પ્રાપ્ત કરી રાજ્યમાં અરવલ્લી જીલ્લાનું નામ રોશન કર્યું હતું આ એવોર્ડ ફંક્શનમાં જીલ્લા અને તાલુકા શાખાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીને બે એવોર્ડ પ્રાપ્ત થતા શાખાના હોદ્દેદારો અને જીલ્લાના અગ્રણીઓએ અને પ્રજાજનોએ શુભેચ્છા પાઠવી હતી

Advertisement

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી શાખા મોડાસા શહેરમાં રાહતદરની લેબોરેટરી, ફર્સ્ટ એઇડ તાલીમ, નર્સિંગ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી પ્રવુત્તિઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચે તે માટે સતત પ્રયત્નો કરી રહી છે જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્યલક્ષી કેમ્પ અને માર્ગદર્શન પૂરું પાડી માનવતા મહેંકાવી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!