28 C
Ahmedabad
Tuesday, May 14, 2024

સુનોખનો બુટલેગર કલ્પેશ કટારા દારૂનું કટિંગ કરી રહ્યો હતો : શામળાજી પોલીસ ત્રાટકતા રંગમાં ભંગ પડ્યો, કારમાંથી 198 બોટલ દારૂ ઝડપ્યો


ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના પગલે વિદેશી દારૂ બે થી ત્રણ ગણા ભાવે વેચાણ થતા બિલાડીના ટોપની માફક બુટલેગરો ફાટી નીકળ્યા છે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરાજ્ય સરહદો પરના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં બુટલેગરો વિદેશી દારૂ ઠાલવી વિવિધ વાહનો મારફતે દારૂ રાજ્યમાં ઠાલવતા પોલીસની ઝપટે ચઢી ચુક્યા છે સુનોખ (વાજીયાબેડા) ગામે બુટલેગર કલ્પેશ નટુ કટારા કારમાં દારૂનું કટિંગ કરતો હતો ત્યારે શામળાજી પોલીસ ત્રાટકતા બૂટલેગર કલ્પેશ કટારા અને કાર ચાલકે ફરાર થઇ જતા પોલીસે ઇકો સ્પોર્ટ કારમાંથી 39 હજારનો વિદેશી દારૂ ઝડપી બંને બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
શામળાજી પીએસઆઈ ભરત ચૌહાણને સુનોખ ગામનો કલ્પેશ નટુ કટારા નામનો બુટલેગર કારમાં દારુનું કટિંગ કરતો હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારિત સ્થળે ત્રાટકતા બુટલેગર અને કાર ચાલક બંને પોલીસ રેડ જોઈ ફરાર થઇ જતા પોલીસે ઘટનાસ્થળે થી ઇકો સ્પોર્ટની પાછળ સીટમાં બનાવેલ ગુપ્તખાનામાં સંતાડેલ વિદેશી દારૂની 198 બોટલ રૂ.39510/- નો જથ્થો જપ્ત કરી રૂ.2.39 લાખથી વધુનો દારૂ જપ્ત કરી બૂટલેગર કલ્પેશ નટુ ખાંટ અને કાર ચાલક બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

શામળાજી પોલીસે વોન્ટેડ બુટલેગર બંસીલાલ કલાકને વીંછીવાડા તેના ઘરેથી દબોચતા મોતિયા મરી ગયા

Advertisement

શામળાજી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા અઢી વર્ષથી નાસતો ફરતો રાજ્સ્થાનના આમજેરા ગામનો બંસીલાલ ધૂળજી કલાલ નામનો બુટલેગર તેના ઘરે હોવાની બાતમી મળતા PSI ભરત ચૌહાણ અને તેમની ટીમે બંસીલાલ બુટલેગરના ઘરે ત્રાટકી ઉંઘતો દબોચી લેતા બુટલેગરના મોતીયા મરી ગયા હતા શામળાજી પોલીસે બંસીલાલ કલાલને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!