31 C
Ahmedabad
Monday, May 6, 2024

ભાજપમાં ભડકાના એંધાણ …!!! હાર્દિક ભાજપ પ્રવેશ પર સસ્પેન્સ યથાવત, છતાં ઉકળતો ચરૂ


મેરા ગુજરાત,ગાંધીનગર

Advertisement

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલની આગામી રાજકીય ચાલ પર બધાની આંખો ઠરી છે હાલ તો સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ કેસરિયો કરવા થનગની રહ્યો હોવાની સાથે પાસ ના નેતાઓ અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠકોનો દોર અને વાતા-ઘટો કરી રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લામાં હાર્દિક પટેલ સામે ભાજપ અગ્રણીએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી ઉગ્ર વિરોધ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં હલચલ મચી છે હાર્દિક પટેલને ભાજપ પોંખવા તૈયાર છે કે પછી નહી તે હજુ નક્કી નથી બીજીબાજુ પાછલા બારણે હાર્દિકનો ભાજપ પ્રવેશ નક્કી હોવાનું ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો માની રહ્યા છે ત્યારે હાર્દિક પટેલ ભાજપમાં જોડાવવાની તૈયારીને લઈ અમરેલી જિલ્લામા ભાજપ આગેવાન દ્વારા સોશ્યલ મીડિયા ઉપર પોસ્ટ મૂકી વિરોધ કર્યો.

Advertisement

અમરેલી જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી ભરત વેકરીયાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકી હાર્દિક પટેલ સામે રણશિંગુ ફૂક્યું છે જેમાં તેમને ફેસબુક પર ત્રણ પોસ્ટ મૂકી છે જેમાં આ એજ છે ભાજપના આગેવાનો કાર્યકરોએ ગાળો આપી છે “આ એજ છે ભાજપના સી.એમ.આનંદીબેન ને ખુરશી છોડવા મજબૂર કરનાર “આ એજ છે જ્યારે પાસનલ પ્રચાર કરવા આવતો ત્યારે કાર્યકરોને તેની સામે દેખાવો કરવા ભાજપ આગેવાનો કહેતા” સહિત રોષ ઠાલવી રહ્યા છે ભાજપ આગેવાનો કાર્યકરો શેર કરી રહ્યા છે અને રોષ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આવતા દિવસોમાં હાર્દિક ભાજપમાં પ્રવેશ કરશે તો ચોકસ ભાજપના કાર્યકરો આગેવાનોમાં રીતસર એક ભડકો થવાના એંધાણ અત્યારથી વર્તાય રહ્યા છે આ ઉપરાંત પાટીદાર ભાજપ આગેવાનો કાર્યકરોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!