38 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી : બાયડ પ્રાંત કચેરી ખાતે CM ની અધિકારીઓ સાથે બેઠક, પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવા અનુરોધ કર્યો


અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યોની સમીક્ષા કરતા CM ભૂપેન્દ્ર પટેલ

Advertisement

અરવલ્લીના બાયડમાં જિલ્લા અધિકારીઓ સાથે બેઠક

Advertisement

“જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુદ્રઢ સંકલનથી વિકાસ કામોમાં સિદ્ધિ પ્રાપ્ત કરીએ”

Advertisement

“ટીમ અરવલ્લી” એક થઇ, નેક થઈ પ્રજાકીય પ્રશ્નોના ઉકેલની દિશામાં આગળ વધે :- મુખ્યમંત્રી

Advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજીને હાથ ધરી હતી.મુખ્યમંત્રી ગુરૂવારે અરવલ્લીની મુલાકાતે હતા અને બાયડ ખાતે તેમણે અરવલ્લી જિલ્લામાં હાથ ધરાઇ રહેલા તથા પ્રગતિ હેઠળના વિવિધ કામો, રાજ્ય સરકારની યોજનાઓ વગેરેમાં જિલ્લાની પ્રગતિની વિગતો આ બેઠકમાં મેળવી હતી
.
મુખ્યમંત્રીએ “ટીમ અરવલ્લી” સાથે સમીક્ષા બેઠકમાં જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુદ્રઢ સંકલનથી આપણે વિકાસ કામોમાં નવી સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશું. તેમણે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને પ્રજાના પ્રશ્નોના હકારાત્મક ઉકેલ માટે દિશા નિર્દેશ આપતા જણાવ્યું હતું કે, આપણે એક થઈ, નેક થઇ પ્રજાની નિસ્વાર્થ ભાવે સેવા કરીએ અને લોકપ્રશ્નોના ઉકેલની દિશામાં આગળ વધીએ.

Advertisement

મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાના વીજળી, પાણી કાયદો-વ્યવસ્થા જેવા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે વિમર્શ કરતા કહ્યું કે, આપણને પ્રજાની સેવા કરવાની જે તક પ્રાપ્ત થઈ છે તેને પરિણામલક્ષી રૂપ આપીએ. આ સમીક્ષા બેઠકમાં પદાધિકારીઓ દ્વારા રજૂ થયેલા પ્રજાકીય પ્રશ્નોના ઝડપથી નિવારણ માટે મુખ્યમંત્રીએ જિલ્લા અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વિકાસ કાર્યોમાં જનભાગીદારી વધારવાનું પણ પ્રેરક સૂચન કર્યું હતું. ઉનાળાને અનુલક્ષીને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે પ્રકારે સુદ્રઢ આયોજન કરવા અંગે પણ બેઠકમાં વિચાર-વિમર્શ કરવામાં આવ્યો.

Advertisement

જિલ્લા પ્રભારીમંત્રી કુબેરભાઈ ડીંડોરે દરેક ઘર સુધી પાણી પહોંચાડવા માટે નાની અને મધ્યમ કક્ષાની યોજનાઓનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. અરવલ્લી જિલ્લા કલેકટર ડૉ. નરેન્દ્રકુમાર મીનાએ મુખ્યમંત્રી સમક્ષ અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની રૂપરેખા રજૂ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી બી.ડી ડાવેરા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને નિવાસી અધિક કલેકટર એન. ડી. પરમાર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ તેમજ જિલ્લાના પદાધિકારીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!