39 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી પોલિસ અને પંચાયતની ફાઈનલ ક્રિકેટ મેચ, સાઠંબા પોલિસ સ્ટેશનની ટીમ વિજેતા, મેન ઓફ ધ સિરીઝ મિતેશ પટેલ


અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે છેલ્લા વીસ દિવસથી યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પોલિસ ટીમની જીત થઇ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં સામાજિક સંસ્થાઓ, ડોક્ટર એસોસિએશન, કલેક્ટર કચેરીની ટીમ, જિલ્લા પંચાયતની ટીમ તેમજ બિલ્ડર એસોસિએશનની ટીમ જોડાઈ હતી, ત્યારે વીસ મે ના રોજ ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટ અરવલ્લી જિલ્લા પોલિસની સાઠંબા પોલિસ સ્ટેશનની ટીમ અને અરવલ્લી જિલ્લા પંચાયત વચ્ચે યોજાઈ હતી, જેમાં સાઠંબા પોલિસ ની ટીમ વિજેતા થતાં જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે ટ્રોફિ આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી વિજય મકવાણા , મેન ઓફ ધ સિરિઝની ટ્રોફી મિતેશ પટેલને એનાયત કરાઈ હતી.
મોડાસાના જીનિયસ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી ફાઈનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય મકવાણાએ 69 રન કર્યા હતા સાથે જ 5 વિકેટ લીધી હતી, જેમને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
આ સાથે જ ક્રિકેટ માટે પોલિસ કર્મચારીઓએ ઉઠાવેલી જહેમતને પણ પોલિસ તંત્ર દ્વારા બિરદાવવામાં આવી હતી, અને સતત ખડેપગે રહેલા કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે  સન્માનિત કર્યા હતા.

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!