31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

કચ્છમાં પાણીની મોકાણ : 20 ડેમોમાં માત્ર 16.90 ટકા જેટલો જળજથ્થો બાકી


ઉનાળો પીછેહઠ કરવાનું નામ લઈ રહ્યો નથી અને ગરમી દિવસેને દિવસે જોર પકડી રહી છે જેના કારણે પાણીની માંગમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. આ સાથે જ ભારે ગરમીને કારણે જળાશયોમાંથી પાણી પણ સૂકાવા લાગતાં ચિંતામાં વધારો થઈ રહ્યો છે.

Advertisement

જાણવા મળ્યું છે કે, ભારે ગરમીને કારણે કચ્છના ડેમોમાંથી પોણાભાગનું પાણી પૂરું થઈ જતાં હવે વરસાદ જ તારણહાર બની રહેશે. બીજી બાજુ રાજ્યને પાણી પૂરું પાડનારા 17 જેટલા મુખ્ય ડેમોમાં અત્યારે માત્ર 46 ટકા પાણી જ બચ્યું છે એટલા માટે જો વરસાદ ‘મહેરબાન’ નહીં રહે તો ગંભીર જળસંકટના ભણકારા પણ વાગી રહ્યા છે.

Advertisement

પાછલા દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં પાણીની મોકાણ સર્જાઈ હતી. ત્યારે હવે સૌરાષ્ટ્રમાં પણ જળસંકટના ડાકલાં વાગવા લાગ્યા છે. ગુજરાતના 207 ડેમોમાં અત્યારે 46% જેટલો પાણીનો જથ્થો બાકી રહ્યો છે. સૌથી વધુ કફોડી હાલત ઉત્તર ગુજરાતની છે જ્યાંના 15 ડેમોમાં માંડ 13.69 ટકા જેટલું જ પાણી બાકી રહ્યું છે.

Advertisement

આવી જ રીતે કચ્છના 20 ડેમોમાં 16.90 ટકા જેટલો જળજથ્થો બાકી રહ્યો છે. અત્યારે રાજ્યના અનેક ગામડાઓ એવા છે જ્યાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે અને તેના લીધે જ અત્યારે ટેન્કોરોના ફેરામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આકરી ગરમી વચ્ચે પાણી તેમજ ઘાસચારાની અછતને કારણે પશુઓના પણ ટપોટપ મોત નિપજી રહ્યા છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!