33 C
Ahmedabad
Monday, April 29, 2024

રાજ્યસભાની ચૂંટણી જાહેરાત, 15 રાજ્યોની 57 બેઠકો માટે 10 જૂને યોજાશે ચૂંટણી


રાજ્યસભાની 57 સીટ માટે ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે આ બેઠકોની ચૂંટણી 10 જૂનના રોજ યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આવતા મહિને અને ઓગસ્ટમાં ઘણા નેતાઓનો કાર્યકાળ પૂર્ણ થઇ રહ્યો છે. 15 રાજ્યોની 57 સીટ માટે યોજાશે ચૂંટણી.

Advertisement

ક્યાં ક્ષેત્રમાં કેટલી બેઠક ખાલી થશે?

Advertisement

રાજ્યસભાની ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં 11 સીટો ખાલી છે. તામિલનાડુ અને મહારાષ્ટ્રમાંથી 6-6 સીટ, બિહારમાંથી પાંચ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાંથી ચાર ચાર સભ્યોનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે. મધ્યપ્રદેશ – ઑડિશામાંથી ત્રણ, તેલંગાણા, છત્તીસગઢ, પંજાબ, ઝારખંડ અને હરિયાણામાંથી 2 -2 અને ઉત્તરાખંડમાંથી એક સભ્યની કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે.

Advertisement

ક્યાં નેતાનો કાર્યકાળ પૂરો થાય છે ?

Advertisement

રાજ્યસભાની ચૂંટણી 10 મી જૂને યોજાવાની છે તે માટે ક્યાં નેતાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે જેમાં કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસ નેતા અંબિકા સોની, જયરામ રમેશ, કપિલ સિબ્બલ અને બસપા નેતા સતીશ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે આ નેતાઓની મુદત આવતા મહિનાની 21મી તારીખ થી 1 ઓગસ્ટ દરમિયાન પુરી થઇ રહી છે.

Advertisement

રાજ્યસભાની ચૂંટણી માટે 24મી મેંના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Advertisement

10મી જૂનના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજવાની જાહેરાત ચૂંટણી પાંચ દ્વારા કરવામાં આવી હોવાથી મતદાન માટે 24મી મેંના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!