33 C
Ahmedabad
Friday, May 3, 2024

શેર બજાર પછી ક્રીપ્ટો માર્કેટમાં કડાકો, આઇસી15 ઇન્ડેક્સમાં 2,499-પોઇન્ટનો ઘટાડો


યુક્રેન અને રશિયાના યુદ્ધને લઇને શેર બજારમાં ભારે ઉથલ-પાથલ જોવા મળતી હતી ત્યારે હવે ક્રિપ્ટોમાં પણ નરમાશ જોવાતા રોકાણકારોમાં ચિંતાના વાદળો છવાયા છે. થોડા વખતમાં જોવામાં આવ્યું છે કે, ફુગાવાની સ્થિતિમાં ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો આવે છે, કારણ કે ફુગાવાને લીધે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઝડપથી વધારો કરે એવી શક્યતા રહે છે.પ્રાપ્ત માહિતી મુજબ, રોકાણકારોએ અમેરિકાના ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં 100 મિલ્યન ડોલરની લોંગ પોઝિશન લિક્વિડેટ કરી છે. તેમાંથી 90 ટકા પોઝિશન બિટકોઇનમાં હતી. દુબઈમાં વર્ચ્યુઅલ એસેટ માટે નિયમનકારની સ્થાપના કરવામાં આવી છે. હવે નવો ક્રીપ્ટો કાયદો ઘડાશે એવી જાહેરાત પણ કરવામાં આવી છે. દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.23 ટકા (2,499 પોઇન્ટ) ઘટીને 56,514 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 59,013 ખૂલીને 59,521 સુધીની ઉંચી અને 56,111 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!