31 C
Ahmedabad
Tuesday, May 7, 2024

કર્ણાટક : ભારે વરસાદને પગલે 9 વક્તિઓના મોત થયા, CMએ લીધી પ્રભાવિત સ્થળોની મુલાકાત


કર્ણાટકમાં શુક્રવારના પણ મુશળધાર વરસાદ શરૂ રહ્યો હતો અને ભારે વરસાદને પગલે રાજ્યના તટીય ક્ષેત્રમાં ભૂસ્ખલનની આશંકા વધી ગઈ છે. રાજ્યમાં પડતા ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાયુ અને ભારે વરસાદને પગલે અત્યાર સુધી 9 વ્યક્તિઓના મોત થયા હતા.

Advertisement

કર્ણાટકમાં થઇ રહેલો વરસાદથી સામાન્ય નાગરિકોના જીવન પર અસર પડી રહી છે અને હાલ રાજ્યમાં રુકી રુકીને વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે NDRFની 4 ટીમ તૈનાત કરવામાં આવી છે અને નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ રહી છે.

Advertisement

ભારે વરસાદના કારણે સ્કૂલ તેમજ કોલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભારે વરસાદને લીધે ઘણી જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યા સર્જાણી છે. અત્યાર સુધી ભારે વરસાદને લીધે 23 ઘરો ક્ષતિગ્રસ્ત થયા હવાના એહવાલ છે.

Advertisement

મહેસૂલ મંત્રી આર અશોકે માહિતી આપી છે કે હવામાન વિભાગે ચિકમગલુર, દક્ષિણ કન્નડ, ઉડુપી, શિવમોગ્ગા, દાવંગેરે, હસન અને ઉત્તરા કન્નડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ એસ. બોમ્માઈએ રાજધાની બેંગલુરુના અનેક વિસ્તારોની મુલાકાત લીધી છે જે પાણી ભરાવાથી પ્રભાવિત છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!