31 C
Ahmedabad
Friday, May 17, 2024

અરવલ્લી જિલ્લામાં મળી ‘સખી વન સ્ટોપ’ સેન્ટરની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમીક્ષા બેઠક


અરવલ્લી જિલ્લા કલેક્ટર ની અધ્યક્ષ સ્થાને પરખ સંસ્થા,હિંમતનગર સંચાલિત ” સખી” વન સ્ટોપ સેન્ટર,અરવલ્લી ની જિલ્લા મોનિટરિંગ સમિતિની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં અરવલ્લીના દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી ડો.નરેશભાઈ મેણાત દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે થયેલ કામગીરીનુ પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતુ. સખી વન સ્ટોપ સેંન્ટર મારફતે મહિલા કલ્યાણ ક્ષેત્રે થયેલ કામગીરીની કલેક્ટર તથા સમિતિના સભ્યોએ નોંધ લીધી અને થયેલ કામગીરીથી સંતોષ વ્યક્ત કરેલ તથા મહિલા કલ્યાણ ક્ષેત્રે હજુ વધારે સારી કામગીરી થાય તેવી આશા વ્યક્ત કરી.

Advertisement

બેઠકમાં સખી વન સ્ટોપના નવિન મકાન અંગે પણ ચર્ચા કરવામાં આવી જેમાં જણાવાયું કે નવીન મકાનનું બાંધકામની કામગીરી પુર્ણતાના આરે છે તેનુ ટુંક સમયમાં લોકાર્પણ કરવામાં આવનાર છે.

Advertisement

બેઠકમાં સમિતિના સભ્યો ,પરખ સંસ્થા,હિંમતનગરના મંત્રી કૌશલ્યાકુવરબા, પ્રમુખ સુરેશભાઈ ,”સખી ” વન સ્ટોપ સેંન્ટરના કેંદ્ર સંચાલકો, મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરીઓ ઉપસ્થિત રહયા હતાં

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!