36.6 C
Ahmedabad
Friday, May 3, 2024

અરવલ્લી : મામેરૂ લઇ નિકળેલ પરિવારનું ટ્રેક્ટર જીવણપુર નજીક રૉડ સાઇટ ઉતર્યું, 2 લોકો ઇજાગ્રસ્ત


મોડાસા : જીવણપુર પાસે મામેરું લઇ નીકળેલ પરિવારનું ટ્રેકટર રોડ સાઈડ ઉતરી પડતાં સર્જાયો અકસ્માત, બે લોકો ઈજાગ્રસ્ત

Advertisement

અરવલ્લી જીલ્લામાં શનિવારે અકસ્માતની હારમાળા સર્જાઈ હોય તેવો ઘાટ સર્જાયો હતો મોડાસા-ધનસુરા રોડ પર ગમખ્વાર ટ્રિપલ અકસ્માતની ઘટનાના ગણતરીના કલાકોમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો જો કે જાનહાની ટળી હતી મોડાસાના પાદરડી ગામમાંથી મામેરું લઇ ટ્રેકટરમાં નીકળેલા મામેરીયાઓનું ટ્રેકટર રોડ સાઈડ ઉતરી પડતા ભારે અફરાતફરી મચી હતી અકસ્માતના પગલે ટ્રેકટરમાં બેઠેલા લોકોએ ચીસાચીસ કરી મુકતા સ્થાનિક લોકો મદદમાં દોડી આવ્યા હતા ટ્રેકટરમાં સવાર બે લોકોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા તાલુકાના પાદરડી ગામે થી ટ્રેકટર લઈ લગ્ન પ્રસંગમાં મામેરું લઈ નાપડા ગામે જવા નીકળ્યા હતા ટ્રેકટર ચાલકે અગમ્ય કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડ સાઈડ ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકો ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા સદનસીબે જાનહાની ટળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!