42 C
Ahmedabad
Saturday, May 18, 2024

સોનું ખરીદવા માગતા હોવ તો મોડું કરતા નહીં, રેકોર્ડ તોડ ભાવની શક્યતા..!!


છેલ્લા ત્રણ બિઝનેસ સપ્તાહથી સોનામાં તેજી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડીટી એક્સચેન્જ પર 18મેના રોજ સોનું 50218, 19મેના રોજ 50544 રૂપિયા જ્યારે 20મે ના રોજ સપ્તાહના અંતિમ કારોબારી સત્રમાં 310 રુપિયાની તેજી સાથે 50,845 પ્રતિ દસ ગ્રામ પહોંચીને બંધ થયું. ઇન્ટરનેશન માર્કેટમાં પણ બે દિવસથી તેજી જોવા મળી રહી છે.

Advertisement

52 હજાર100ના સ્તરે પહોંચી શકે છે સોનું

Advertisement

આ સપ્તાહે સ્પોટ સોનું 4 ડોલર વધીને $1845ના સ્તરે બંધ થયું છે. કોમોડિટી બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ડોલર ઈન્ડેક્સ અને રૂપિયામાં ઘટાડાની સાથે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં ભારે વેચવાલીને કારણે સોનાની માંગમાં વધારો થયો છે અને તેના ભાવ વધવા લાગ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ તેજીમાં MCX પર સોનું 52 હજાર100ના સ્તરે પહોંચી શકે છે અને સ્પોટ ગોલ્ડ 1780 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચી શકે છે.

Advertisement

ચાર સપ્તાહ ઘટાડા બાદ વધ્યા ભાવ

Advertisement

એક રિસર્ચ એનાલિસ્ટનું વિપુલ શ્રીવાસ્તવનું કહેવુ છે કે સોનાના ભાવમાં સતત ચાર સપ્તાહથી ઘટાડો જોવા મળ્યો હતો. આ અઠવાડિયે તેજીને સાથે બંધ થયું. ડૉલર ઇન્ડેક્સે આ અઠવાડિયે 1.39 ટકાનો ઘટાડો નોંધાવ્યો અને 103.015ના સ્તરે બંધ થયો. ગયા અઠવાડિયે ડૉલર ઈન્ડેક્સ 105 પોઈન્ટ પર પહોંચી ગયો હતો. ડોલરમાં ઘટાડાને કારણે સોનાની માંગ વધી છે. આ ઉપરાંત વૈશ્વિક બજારમાં વેચવાલીના કારણે પણ રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષાયા છે.

Advertisement

મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય છે

Advertisement

એક્સપર્ટે વધુમાં જણાવ્યું કે મોંઘવારી હજુ પણ ચિંતાનો વિષય છે. એનર્જીના ભાવ હાલમાં પણ ઊંચા સ્તર પર છે તેના કારણે મોંઘાવરીમાં ઉછાળો આવી શકે છે. એવામાં ફુગાવા વિરુદ્ધ હેજિંગ માટે સોનાની માંગ વધી શકે છે. વળી યુક્રેન પર હુમલાના કારણે રશિયા પર યુરોપિયન યુનિયનના પ્રતિબંધથી વૈશ્વિક બજારમાં તેલની કિંમતમાં વધુ ઉછાળો આવી શકે છે. ચીનમાં લોકડાઉનમાં છૂટછાટને કારણે ઈંધણની માંગ વધુ વધી શકે છે. આ કારણે મોંઘવારી વધવાની સંભાવના છે, જેના કારણે સોનાની કિંમતમાં વધારો થવાની આશંકા છે.
સોનું 52100 સુધી પહોંચી શકે છે

Advertisement

બીજા અન્ય કોમોડિટી એનાલિસ્ટ પ્રિતમ પટનાયકે જણાવ્યું હતું કે આગામી સપ્તાહમાં સોનાની કિંમત $1820-1860ની રેન્જમાં રહેવાની ધારણા છે. વિપુલ શ્રીવાસ્તવે કહ્યું કે ડોમેસ્ટિક માર્કેટમાં સોના માટે 49500નુ સ્તર એક સપોર્ટ તરીકે કામ કરશે, જો તેની કિંમત તૂટે કો 48,800 રુપિયા પર બીજો સપોર્ટ મળશે. આંતરરાષ્ટ્રીય બજાર માટે આ સપોર્ટ $1780 નો હશે. જો ભાવ વધે તો સ્થાનિક બજારમાં સોનું 51500ના સ્તરે પહોંચીને 52100ના સ્તરે પહોંચી શકે છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!