42 C
Ahmedabad
Saturday, May 18, 2024

CNG ભાવ ઘટાડીને 65 રૂ. કરવા માટે માંગ કરવામાં આવી, નહીંતર આંદોલનની ચિમકી


પેટ્રોલ, ડીઝલ માં એક્સાઈઢ ડ્યુટી ઘટતા મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને મોટી રાહત મળી છે. ત્યારે રીક્ષા ચાલકો એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની માંગ સાથે મેદાનમાં આવ્યા છે. સીએનજીના ભાવ ઘટાડીને 65 રૂ. કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. સીએનજીમાં ભાવ ના ઘટાડો કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે.

Advertisement

ઘણાં સમયથી સીએનજી રીક્ષા ચાલકો આ માંગને લઈને આગળ આવી રહ્યા છે આ મુદ્દે સરકારને પણ અગાઉ લેટર લખીને જાણ કરવામાં આવી છે. પરીવહન મંત્રીને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

ખાસ કરીને પેટ્રોલ, ડીઝલની અંદર એક્સાઈઝ ડ્યુટી ઘટાડવામાં આવતા ભાવમાં પણ મોટો ઘટાડો કરાયો છે. તાજેતરમાં જ પેટ્રોલની કિંમતમાં 9 રુપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે સીએનજી રીક્ષા ચાલકોને મોટો ફટકો સીએનજીના ભાવ વધારાના કારણે પડ્યો છે. રીક્ષા યુનિયન દ્વારા સતત માંગ સીએનજીના ભાવમાં ઘટાડવા માટે કરવામાં આવી રહી છે પરંતુ ભાવમાં વધારો સતત થઈ રહ્યો છે. કેમ કે, આ ભાડાનો વધારાનો બોજો પેસેન્જર પર પડી રહ્યો છે જેથી ભાડામાં ઘટાડો કરવા માટે માંગ કરવામાં આવીરહી છે. કેમ કે, 82 રુપિયા અત્યારે કિલો દીઠ સીએનજીના લેવામાં આવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!