36 C
Ahmedabad
Sunday, May 5, 2024

જાપાના ઉદ્યોગપતિઓ સાથે PM મોદીએ યોજી બેઠક, ભારતમાં રોકાણ સહિત આ મહત્વના મુદ્દાઓ પર કરી ચર્ચા


પોતાની બે દિવસીય જાપાન યાત્રા દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ટોક્યોમાં જાપાની મલ્ટીનેશનલ કંપની એનઈસી કોર્પોરેશન નોબુહિરો એંડોના અધ્યક્ષ સાતે બેઠક કરી. આ બેઠક દરમ્યાન બંન્ને વચ્ચે ભારતમાં સ્માર્ટ શહેરો અને શિક્ષામાં સહયોગ પર ચર્ચા કરી. આ સાથે જ તેઓએ જાપાનના કારોબારી નેતાઓ સાથે ગોલ મેજ બેઠક કરી વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી 24મેના જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદાની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. પીએમ કિશિદાની સાથે બેઠક બંન્ને નેતાઓને માર્ચમાં આયોજીત 14માં ભારત-જાપાન
વાર્ષિક શિખર સમ્મેલનથી પોતાની વાતચીતને આગળ વધારવાનો અવસર પ્રદાન કરશે.

Advertisement

વેપારીઓ સાથે ગોલ મેજ બેઠક

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં જાપાનના મોટા વ્યાપારી નેતાઓ સાથે ગોલ મેજ બેઠક દરમ્યાન વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, પીએમ મોદી જાપાનની ટોપ-30 કંપનીઓના સીઈઓ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મળ્યા. આ બેઠક દરમ્યાન પ્રધાનમંત્રી મોદીએ વ્યાપારી નેતાઓને વેપારને સરળ અને સુવિધાજનક બનાવવા માટે કરવામાં આવેલ તાજેત્તરના સુધારા કાર્યોથી અવગત કરાવ્યા. ભારત દ્વારા કરવામાં આવેલ તાજેત્તરમાં સુધારા અંગે જાપાની વેપારી જગતના નેતાઓને અવગત કરાવ્યા અને તેઓએ મેક ઈન ઈન્ડિયા ફોર ધ વર્લ્ડ માટે આમંત્રિત કર્યા.

Advertisement

એનઈસી ચીફે કર્યા પીએમ મોદીના વખાણ 

Advertisement

આ સંબંધમાં જાહેર કરવામાં આવેલ રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ચર્ચા દરમ્યાન એનઈસી અધ્યક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખૂબ વખાણ કર્યા. તેઓએ કહ્યું કે, પીએમ મોદીની પાસે ક્ષમતાઓને આગળ વધારવાનો મજબૂત ઈરાદો છે. મોદી સાથે બેઠક દરમ્યાન તેઓએ ભારતમાં સ્માર્ટ શહેરોને સમર્થન આપવાની રીત પર ચર્ચા કરી અને કહ્યું કે, એનઈસીની શિક્ષાના ક્ષેત્રમાં ભારતમાં યોગદાન કરવાની યોજના છે.

Advertisement

ઓસામુ સુઝૂકી સાથે રોકાણ પર કરી ચર્ચા 

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દરમ્યાન સુઝુકી મોટર કોર્પોરેશનના સલાહકાર ઓસામુ સુઝુકી સાથે મુલાકાત કરી. વાતચીત દરમ્યાન બંન્ને વચ્ચે ભારતમાં રોકાણ, નવાચાર, ઈલેક્ટ્રિક વાહનોના નિર્માણ અને રિસાઈક્લિંગ કેન્દ્રોમાં પ્રસંગો પર ચર્ચા થઈ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરી જણાવ્યું કે, ઓસામુ સુઝુકીની સાથે એક બેઠકમાં પીએમે ભારતના મોટર વાહન ઉદ્યોગમાં સુઝુકીની પરિવર્તનકારી ભૂમિકાની સરાહના કરી.

Advertisement

ભારતમાં મોટું રોકાણ કરશે સુઝુકી 

Advertisement

જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં સુઝુકી મોટર કોર્પોરેશને જાહેરાત કરી હતી કે, તેઓ ગુજરાતમાં બેટરી ઈલેક્ટ્રિક વાહનો અને બેટરીને સ્થાનીક નિર્માણમાટે 2026 સુધી લગભગ 150 અરબ યેન (લગભગ10,445 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. કંપનીની પૂર્ણ સ્વામિત્વ ધરાવતી ઈકાઈ સુઝુકી મોટર ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ 2026 માટે 7,300 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સાથે જ એસએમજી ઉત્પાદન ક્ષમતા વધારવા માટે 3,100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!