31 C
Ahmedabad
Friday, May 17, 2024

રાજકોટમાં કાલે આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું આગમન, રાજકીય માહોલ જામશે


આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બિગુલ વગાડી દીધું છે અને દિલ્હી, પંજાબની જેમ હવે ગુજરાત પર આપની નજર છે. ગુજરાતમાં આપનો ઉદય થઈ ગયો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા પાર્ટીના વિચારોને લોકો સુધી પહોંચાડવા અલગ અલગ કાર્યક્રમો થઇ રહ્યા છે.

Advertisement

ગુજરાતમાં હાલ પરિવર્તન યાત્રા ચાલી રહી છે જેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલા કર્યોને લોકો સુધી પહોંચાડવામાં આવે અને મતદારો આપ તરફ આર્કષિત થાય તે હેતુથી આ પરિવર્તન યાત્રા ગુજરાતના જુદા જુદા શહેરોમાં જુદી જુદી તારીખે કરવામાં આવશે. આ અનુસંધાને તા 24 અને 25 મેં ના રોજ બે દિવસ રાજકોટમાં પરિવર્તન યાત્રા થવાની છે અને તેને ભાગરૂપે આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દીધી છે.

Advertisement

આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રા રાજકોટમાં વિધાનસભા 68,69,70 માં આવી રહી છે અને તેમાં મુખ્ય ઈસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજગુરુ, અજીતભાઈ લોખીલ તેમજ રાજભા ઝાલા યાત્રામાં જોડાશે. યાત્રાનું સ્વાગત અલગ અલગ ક્ષેત્રના અગ્રગણ્ય કરે તે માટે આયોજન થઇ રહ્યું છે તેમજ યાત્રાના રૂટમાં આવતા મંદિરમાં આગેવાનો માથું ટેકવશે તેમજ રૂટમાં આવતી મહાપુરુષોની પ્રતિમાને હારતોરા કરી નમન તેમજ વંદન કરશે.

Advertisement

આ યાત્રાના મુખ્ય રથ સાથે તમામ વોર્ડના પદાધિકારી, તમામ સંગઠનોના હોદેદારો અને રાજકોટ શ્રેણીના તમામ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં પોટ પોતાના વાહનો સાથે આ પરિવર્તન યાત્રામાં ઉપસ્થિત રહશે. તા 24ના મંગળવારે સવારે 8:30 કલાકે રામનાથ મહાદેવથી પ્રસ્થાન કરીને ત્રિકોણબાગ ખાતે પૂર્ણ કરવામાં આવશે. બપોરે 4 કલાકે રણછોડદાસ બાપુના આશ્રમથી પ્રસ્થાન કરી મોરબી જકાત નાકે પૂર્ણ કરશે.

Advertisement

આ યાત્રા બુધવારે તા 25એ સવારે 8:30 કલાકે પંચનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરશે અને ગાંધીગ્રામ સ્થિત નકલંક ચોક ખાતે વિરામ કરશે. બુધવારે બોપરે 4 કલાકે નાના મૌવા રોડ પર સૂર્યમુખી હજુમાનથી પ્રસ્થાન કરી સાંજે 7 કલાકે હુડકો પોલીસ ચોકીએ યાત્રા પૂર્ણ થશે. આ યાત્રા બાદ વિશાળ  જનસભામાં ફેરવાશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!