34 C
Ahmedabad
Sunday, May 19, 2024

કેવલને કમળ ફળે કે ન ફળે ખિસ્સા કાતરુઓને કેવલનો ભાજપ પ્રવેશ ફળ્યો, હજ્જારો રૂપિયાની ચોરી


ભિલોડામાં C.R.PATIL ની સભામાં ખુદ કેવલ જોષીયારાનું ખિસ્સું કપાયું

Advertisement

કેવલ જોષીયારા સહિત 10 થી વધુ લોકો ખિસ્સા કાતરુંનો ભોગ બન્યા..!!

Advertisement

કેવલ જોષીયારાને તેમની બહેને સુકુનમાં આપેલ 21 હજાર રૂપિયા ચોરાયા

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ડાકલા વાગી રહ્યા છે ભાજપનો ભરતી મેળો યથાવત રહ્યો છે સ્વ.ધારાસભ્ય ર્ડો.અનિલ જોષીયારાના પુત્ર જોષીયારા આજે ભિલોડામાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા ભિલોડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ખિસ્સા કાતરુઓ ત્રાટક્યા હતા અને ભાજપમાં જોડાયેલ કેવલ જોષીયારા તેમના નિકટતના સ્વજન સહીત 10 થી વધુ લોકોના ખિસ્સા કપાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યા હતા ખિસ્સાકાતરુંઓ હજ્જારો રૂપિયાની ચોરી કરી હવામાં ઓગળી ગયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ખિસ્સાકાતરુઓ કળા કરી જતા પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા હતા.

Advertisement

મંગળવારે ભિલોડા-મેઘરજના સ્વ.ધારાસભ્ય અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાના ભાજપ પ્રવેશ પ્રસંગે યોજાયેલ જાહેરસભામાં કેવલ જોષીયારા તેમના જીજાજી અમિત કુમાર સુરેન્દ્રભાઇ ટંડનના 50 હજાર અને તેમજ અન્ય 10 જેટલા વ્યક્તિઓના ખિસ્સા કપાતા રૂપિયા સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ ગુમાવવા પડ્યા હતા મનીષભાઈ નામના વ્યક્તિનો મોબાઈલ ચોરાયો હતો જાહેરસભામાં ખિસ્સા કાતરુઓ કળા કરી પલાયન થઇ ગયા હતા ધીરેધીરે સભામાં હાજર અનેક લોકોના ખિસ્સા કપાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

Advertisement

કેવલ જોષીયારાનું ખિસ્સું કપાતા લોકોમાં કેવલ જોષીયારાનો ભાજપમાં પ્રવેશ ફળે કે ન ફળે પણ ખિસ્સા કાતરુંઓને કેવલ જોષીયારાનો ભાજપ પ્રવેશ ફળ્યો હોવાની ટીખળ કરતા નજરે પડતા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!