37 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : મોડાસાની કે.એન.શાહ ગ્રાન્ટેડ સ્કૂલમાં ફી ઉઘરાવવા મામલે DEO ની નોટિસ, આવી નીતિ સામે વાલીઓ અવાજ ઉઠાવે


અરવલ્લી જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા સારી છે પણ ગ્રાન્ટેડ શાળાઓ હવે ફી ઉઘરાવતી થઇ છે તેવો કિસ્સો સામે આવતા હવે શાળા સંચાલકોના પગ તળેથી જમીન સરકી ગઇ હોય તેવું લાગે છે. ગત 6 મે ના રોજ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની કે.એન.શાહ અપર પ્રાયમરી સ્કૂલ ગ્રાન્ટેડ હોવા છતાં ફી વસુલ કરવા બાબતે વાલીઓ એ વિરોધ કર્યો હતો. મીડિયા અહેવાલ પ્રસિદ્વ થતા સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે. જેમાં શિક્ષણાધિકારીએ શાળાને નોટિસ બજાવી ગ્રાન્ટેડ શાળામાં ફી વસુલ કરવા બાબતે શાળા પાસે થી જવાબ માંગ્યો છે.

Advertisement

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આવેલ કે.એન. શાહ હાઇસ્કૂલ ગ્રાન્ટેડ છે, જેમાં 6 મે ના રોજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ના વાર્ષિક પરિણામ લેવા માટે વાલીઓ પહોંચ્યા હતા. જોકે કલાર્ક દ્રારા રૂ.1800 ફી વસુલી કરતા કેટલાક જાગૃત વાલીઓએ આ મુદ્દે હોબાળો કર્યો હતો. કેટલાક વાલીઓ એ નિયમ વિરૂદ્વ ફી ન આપતા તેમના બાળકોનું રીઝલ્ટ આપવામાં ન આવ્યું ત્યારે વાલીઓ રોષે ભરાયા હતા.

Advertisement

આ અંગે મીડિયામાં સમાચાર પ્રસિદ્વ થતા જિલ્લા શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું હતું, તેમણે ફરીયાદકર્તા વાલીઓ પાસે થી જવાબ લઇ કાર્યવાહી શરૂ કરી દીધી હતી. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્રારા તપાસ કરવામાં આવી રહી છે અને નોટીસ પણ બજાવી ખુલાસો માંગવામાં આવ્યો છે. જોકે હજુ સુધી શાળા દ્રારા કોઇ જવાબ આપવામાં આવ્યો નથી.

Advertisement

Advertisement

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી નો સંપર્ક કરતા તેઓ જણાવ્યુ હતું કે, શાળા ને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે કે,

Advertisement

ગ્રાન્ટેડ સ્કૂલમાં કલાર્ક કયા મેહકમ માં આવે છે ?

Advertisement

ગ્રાન્ટેડ સ્કૂલ માં ફી કયા નિયમોનુસાર ઉઘરાવી ?

Advertisement

આર.ટી.આઇ 2017 મુજબ બાળકને શારીરિક માનસિક રીતે હેરાન ન કરી શકાય ?

Advertisement

બાળકોનું રીઝલ્ટ કયા નિયમોનુસાર રોક્યું અથવા તો રોકી શકાય કે નહીં ?

Advertisement

કોમ્પ્યુટરની ફી કેવી રીતે ઉઘરાવી શકાય ?

Advertisement

કયા મહેકમ મુજબ ક્લાર્ક કામ કરે છે ?

Advertisement

જિલ્લા શિક્ષણાધિકારી વધુમાં જણાવ્યુ કે તપાસ ચાલુ છે અને શાળા જો કસુરવાર જણાશે તો પ્રાયમરી એજ્યુકેશન એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે .

Advertisement

વાલીઓ શુ કહે છે?
આ અંગે કેટલાક વાલીઓ નો સંપર્ક કરતા તેઓ એ જણાવ્યુ હતું કે શાળા દ્રારા ઉઘરાવાતી ફી તાત્કાલીક ધોરણે બંધ કરવામાં આવે અને નવા સત્ર માં આવી કોઇ પણ પ્રકાર ની ફી ન લેવામાં આવે તેમજ દર વર્ષે આ રીતે ફી વસુલ કરવામાં આવે છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી યોગ્ય તપાસ કરી શાળા મંડળ પાસે થી વાલીઓ ને ફી પરત અપાવવામાં આવે .

Advertisement

શિક્ષણાધિકારીની કચેરીના ઓડીટરને આ વાત ધ્યાન પર કેમ ન આવી ?
અત્રે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે શું આટલા વર્ષો થી ઓડીટ કરતા શિક્ષણ વિભાગ ના હિસાબી ઓડીટરોને આ વાત ધ્યાન પર નહી આવી હોય કે પછી અગ્મયકારણસર બધુ ચાલવા દેવામાં આવતું હતું.

Advertisement

મોડાસા કેળવણી મંડળને લાખો લોકો દાન કરે છે તેમ છતાં ફી ઉઘરાવતા રોષ
મોડાસા કેળવણી મંડળ સંચાલતિ કે.એન.શાહ અપર પ્રાયમરી સ્કૂલમાં ફી ઉઘરાવાને લઇને રોષે ભરાયેલા વાલીઓએ એમ પણ આક્ષેપ કર્યો હતો કે, લાખો લોકો શાળા અને મંડળને દાન કરે છે તેમ છતાં નાના અને ગરીબ પરિવારો પાસે આવી રીતે ફી ઉઘરાવે છે, તો આ કેટલા અંશે વ્યાજબી છે.

Advertisement

વાલીઓએ હવે અવાજ ઉઠાવવાની જરૂર
શાળાઓમાં ઉઘરાવાતી ખોટી ફી અને લઇને હવે વાલીઓએ જાગવાની જરૂર છે. આવી ફી ઉઘરાવે તો તાત્કાલિક શિક્ષણ વિભાગને જાણ કરે તો આવા ખોટી ફીના પૈસા ગરીબ પરિવારોના વ્યર્થ ન જાય. આમ તો આવી મોટી શાળાઓએ ગરીબ પરિવારોના ફી માફ કરવી જોઇએ પણ અહીં તો ગ્રાન્ટેડ સ્કૂલ હોવા છતાં પણ ફી ઉઘરાવાય છે, પણ મોડાસામાં કોઇ બોલવા તૈયાર નથી કારણ કે, ગરીબ પરીવારનો અવાજ દબાવી દેવાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!