29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

રાજ્યના આઠ જિલ્લાઓને મળશે નવા ચેરિટી કચેરી ભવન, CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ-ખાતમુહૂર્ત


રાજ્યના 8 જિલ્લામાં ચેરિટી ભવનના ઇ-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી

Advertisement

રૂપિયા 22 કરોડના ખર્ચે તૈયાર થશે નવા ચેરિટી ભવન

Advertisement

ગીર-સોમનાથ, બોટાદ, અરવલ્લી, સુરેન્દ્રનગર, કચ્છ, મહિસાગર, સાબરકાંઠા અને મોરબી જિલ્લાનો સમાવેશ

Advertisement

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 8 જિલ્લાને નવા ચેરિટી ભવનના ઇ-ખાતમુહૂર્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના ચેરિટી તંત્રને ચાર કરોડ જેટલા ડૉક્યુમેન્ટસના ડિજિટલાઇઝેશનની ભગીરથ કામગીરી પૂર્ણ કરવા માટે આ અવસરે અભિનંદન પણ પાઠવ્યા હતા. આ રેકર્ડનું ડિજિટલાઇઝેશન થવાથી હવે લોકોને ઘરે બેઠા પોતાના ટ્રસ્ટની માહિતી મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ડિજિટલ ઇન્ડીયાના સંકલ્પને પાર પાડવામાં ચેરિટી તંત્રના યોગદાનની તેમણે સરાહના કરી હતી.

Advertisement

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્યના બધા જ જિલ્લાઓમાં અદ્યતન સુવિધા સભર ચેરિટી ભવનોના નિર્માણથી ટ્રસ્ટના કામ સરળતાએ અને ઝડપી થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે
.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં નોંધાયેલા સાડા ત્રણ લાખ જેટલા ટ્રસ્ટની કામગીરીના નિયમન અને મદદ માટે ચેરિટી તંત્રએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં સંખ્યાબંધ સુધારાઓની પહેલ કરેલી છે. હવે, આ નવી બનનારી ચેરિટી કચેરીઓના ભવનોના કારણે લિટીગન્સને સરળતાથી ન્યાય મળશે. ઉપરાંત, આધુનિક ભવનો થવાથી ચેરિટીને લગતી કામગીરી માટે લોકોને અગાઉ જે અલગ-અલગ સ્થળોએ જવું પડતું તેનું પણ નિવારણ આવશે. કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવ્યું કે,રાજયના તમામ ધાર્મિક અને સખાવતી ટ્રસ્ટોનો  વહીવટ સમાજના વિશાળ હિતને લાગુ પડતો હોવાથી આવા ટ્રસ્ટોની મિલકતો સમાજના હિતમા ઉપયોગી થાય અને વહીવટદારો તેનો સુયોગ્ય વહીવટ કરે તેવા ઉમદા હેતુથી રાજયના ચેરીટીતંત્રને વધુ સુદૃઢ બનાવવા માટે આ વધુ આઠ જીલ્લા ઓમાં ચેરીટી કચેરીઓના નવા ભવનનુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ઓનલાઇન ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. મહેસૂલ મંત્રીએ ઉમેર્યુ કે, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજયમાં ચેરીટીતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે આ નિર્ણય કરાયો છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!