41 C
Ahmedabad
Sunday, May 19, 2024

Exclusive : અરવલ્લી : ઇન્સ્ટન્ટ લોન બહાને મોડાસા પંથકમાં 100 લોકો સાબર ક્રાઈમનો ભોગ બન્યાની આશંકા, સાયબર હેલ્પ લાઈન નંબર 1930 થી લોકો અજાણ..!!


ડિજિટલ યુગમાં ફ્રોડના કિસ્સાઓમાં સતત વધારો થતો હોય તેવું લાગે છે એટલું જ નહીં ફ્રોડની સાથે સાથે ભોગ બનનારને માનિસક રીતે ભાંગી નાખવામાં આવે છે જેથી સાયબર ક્રાઈમ કરતા ગુનેગારોને છુટો દોર મળી જાય છે. છેલ્લા એક સપ્તાહમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં સાયબર ક્રાઈમના ગુનાઓમાં સતત વધારો થયો હોય તેવું લાગે છે. માત્ર મોડાસા પંથકમાં 100 થી વધારે લોકો ઇન્સ્ટન્ટ લોનના બહાને ફ્રોડનો શિકાર થયાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ અંગે મોડાસા ખાતે જિલ્લા પોલિસ વડા કચેરી ખાતે SOG ને ઇન્સ્ટન્ટ લોનના બહાને છેતરપિંડી મામલે 3 ફરિયાદ મળી છે જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેક કરવાની 3 એમ કુલ 6 ફરિયાદ મળતા પોલિસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
મોડાસા શહેરમાં એક જ દિવસમાં ત્રણ લોકો ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને છેતરપિંડીનો ભોગ બન્યા હતા, તો એક સામાજિક સંસ્થાન ચલાવતા સામાજિક કાર્યકરો પાસે એક જ દિવસમાં 10 જેટલા લોકો આ અંગે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. તો એવા કેટલાય લોકો છે કે, જેઓ ડરના માર્યા બહાર આવવાનું ટાળી રહ્યા છે. ઇન્સ્ટન્ટ લોન આપવાના બહાને ઠગ ટોળકી ભોગ બનનારના બિભત્સ ફોટો વાઈરલ કરે છે, જેથી ભોગ બનનનાર પોલિસ સુધી પહોંચવાનું ટાળી રહ્યા છે.

Advertisement

ઠગ ટોળકીની MO
ઠગ ટોળકી પહેલા ટેક્સ મેસેજ ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટે મોકલે છે, જેના પર ક્લિક કરવાથી જરૂરિયાત મુજબની લોન મળી જાય છે. જ્યારે કોઇ મોબાઈલ યુઝર્સ લિંક પર ક્લિક કરે છે ત્યારે તેના તમામ કોન્ટેક્ટસ અને ગેલેરીમાં રહેલા ફોટોગ્રાફ્સ ઠગ ટોળકી પાસે પહોંચી જતી હોય છે. જેથી લોન ભરો કે ન ભરો તમારી પાસે લોનના પૈસા અની બીજા વધારાના પૈસા ભરાવે છે અને જો તમે પૈસા ન ભરો તો તમારા ફોટો પર બદલી નાખીને અશ્લિલ ફોટો તૈયાર કરે છે અને તમારા મોબાઈલના તમામ કોન્ટેક્ટસ ધારકોને મોકલી આપે છે, જેથી ભોગ બનનાર બદનામીના ડરે ઠગ ટોળકીને પૈસા મોકલી આપે છે.

Advertisement

એક વ્યક્તિએ 50 હજારના 1.50 લાખ ભર્યા…!!
મોડાસા શહેરમાં એક વ્યક્તિએ ઇન્સ્ટન્ટ લોનના બહાને છેતરાયો અને તેણે માત્ર 50 હજાર રૂપિયાની લોન લીધી હતી જેની સામે તેણે એક લાખ 45 હજાર રૂપિયા ભર્યા ત્યાં સુધી તેને હેરાન-પરેશાન કરવામાં આવતો હતો, પૈસા નહીં ભરે તો વધારે ફોટો વાઈરલ કરવામાં આવશે તેવી ધાક-ધમકીઓ આપવામાં આવતી હતી, આખરે ભોગ બનનારે પોલિસની મદદ લીધી.
એક વ્યક્તિએ 50 હજારના 1.50 લાખ ભર્યા…!!
અરવલ્લી જિલ્લામાં સાયબર ક્રાઈમના કિસ્સાઓ વધી રહ્યા છે તેમ છતાં લોકો પાસે સાયબર ક્રાઈમ હેલ્પ લાઈનનો નંબર નથી પહોંચ્યો, જેથી ભોગ બનનારે એસ.ઓ.જી. કચેરી જાય છે જ્યાં હેલ્પ લાઈન નંબર પર ડિટેઇલ્સ આપવાની રહે છે. ત્યારે વધારેમાં વધારે લોકો સુધી સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર 1930 પહોંચે તેવા પ્રયાસો જિલ્લા પોલિસ તંત્રએ કરવા જોઇએ.

Advertisement

મેરા ગુજરાતની લોકોને અપીલ
જ્યારે પણ કોઇ ઇન્સ્ટન્ટ લોનનો મેસેજ કરે તો તેના પર ક્લીક કરવી નહીં, અને જો કોઇપણ વ્યક્તિ સાયબર ક્રાઈમનો ભોગ બન્યું હોય તો નજીકના પોલિસ સ્ટેશન જવા કરતા પહેલા તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર 1930 પર સંપર્ક કરવો, જેથી તાત્કાલિક મદદ મળી રહે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!