34 C
Ahmedabad
Sunday, May 19, 2024

શામળાજી : વાંદીયોલ ગામનો યુવક મિત્ર સાથે મળી રાત્રીના સુમારે સગીરાનું અપહરણ કરી ફરાર, પોલીસ દોડતી થઇ, પરિવારજનો ચિંતિત


અરવલ્લી જીલ્લામાં છેલબટાઉ યુવાનો યુવતીઓ અને સગીર બાળકીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ફરાર થઇ જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ભિલોડા તાલુકાના વાંદીયોલ ગામનો યુવક તેના મિત્ર સાથે ખારી ગામની 17 વર્ષીય સગીરાનું રાત્રીના સુમારે ઘર આગળ ચોપાળ માંથી ઉઠાવી જતા ભારે ચકચાર મચી હતી શામળાજી પોલીસે અપહરણ થયેલી સગીરાના માતાની ફરિયાદના આધારે વાંદીયોલ ગામના એક યુવક અને તેના મિત્ર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

ખારી ગામે રહેતા એક પરિવારની ૧૭ વર્ષીય પુત્રી તેની માતા અને બહેન સાથે રાબેતા મુજબ ઉંઘી ગઈ હતી ત્યારે વાંદીયોલ ગામનો ગૌતમ મકનાજી વરસાત તેના મિત્ર સાથે રાત્રીના સુમારે સગીરાના ઘરે પહોંચી ઘર આગળથી અપહરણ કરતા સગીરાની માતા અને તેની બહેને અપહરણકારોનો પ્રતિકાર કરતા બંને લંપટ યુવકોએ સગીરાની માતા અને બહેનને ધમકી આપી ધક્કો મારી નીચે પાડી દઈ જાન થી મારી નાખવાની ધમકી આપી બિન્દાસ્ત સગીરાનું અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી સગીરાની માતા અને બૂમો રાત્રીના ગાઢ અંધકારમાં સમાઈ ગઈ હતી સમગ્ર ઘટનાની જાણ મહિલાએ તેના પતિ અને પુત્રને કરતા ઘરે દોડી આવ્યા હતા સગીરાના પરિવારે અને સગા-સબંધીઓએ અપહરણ કરનાર યુવક અને સગીરાની શોધખોળ હાથધરી હતી તેમ છતાં મળી ન આવતા શામળાજી પોલીસને જાણ કરતા શામળાજી પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથ ધરી હતી.

Advertisement

શામળાજી પોલીસે અપહ્યત સગીરાના માતાની ફરિયાદના આધારે ભિલોડા વાંદીયોલ ગામના ગૌતમ મકનાજી વરસાત અને અન્ય અજાણ્યા યુવક વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી અપહત્ય સગીરાને અપહરણકારોની ચુંગાલમાંથી છોડાવવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!