30 C
Ahmedabad
Sunday, May 5, 2024

અરવલ્લી : સાઠંબા પંથકમાં ક્વોરી ઉદ્યોગને તંત્રના આશીર્વાદ, સ્થાનિક લોકોને અભિશાપ..!!


અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના સાઠંબા ગામ નજીક આવેલ કવોરી ઉદ્યોગને પ્રશાસન દ્વારા જાણે છૂટો દોર આપી દીધો હોય તેમ બેફામ- ગેરકાયદેસર- આડેધડ જાહેર રસ્તા ની બિલકુલ બાજુ માં ખોદકામ કરી દેવામાં આવતા ખૂબ જ જોખમ ભર્યું છે. જાહેર રસ્તાઓ થી અંતર રાખ્યા વગર ખોદકામ, એક સથે 400-500 હોલનુ બ્લાસ્ટિંગ, રસ્તાની બાજુમાં ખુલ્લા ખાડા(ખાણ) ઉપર કોઈપણ પ્રકારનું તાર ફેન્સીંગ નહીં, રસ્તા ઉપર કોઈપણ પ્રકારનું પાણીનો છંટકાવ નહીં, દિવસમાં એક જ વાર રોયલ્ટી કાઢ્યા પછી આખો દિવસ એક જ રોયલ્ટી ચલાવવાની( રોયલ્ટી ચોરી) સરકારી તિજોરીઓ માંથી લુટ, અરવલ્લી જિલ્લામાં સૌથી મોટામાં મોટું કૌભાંડ રોયલ્ટી ચોરીનું છે.

Advertisement

ખાણી ખનીજ વિભાગ પણ ઊંધા માથે, ક્વોરી સંચાલકોના ઘૂંટણિયે…!!

Advertisement

સાઠંબા માં આવેલ યોગેશ્વર ક્વોરી રેસિડેન્ટ એરીયા થી 600 થી 700 ફૂટનું અંતર ધરાવે છે જે સરકારના નિયમ ધારાધોરણો મુજબ લીગલ નથી ગવર્મેન્ટ નિયમ મુજબ કોઈપણ ખાણ ઉધોગ રેસિડેન્ટ એરીયા થી 2 થી 5 કિલોમીટર ના અંતરે હોવો જોઈએ જે નથી અને દિવસની રાત ક્વોરી ધમધમે છે કોઈપણ પ્રકારની વ્યવસ્થા, કોઈપણ પ્રકારનું પાણી છાંટ્યા વગર દિવસ ને રાત ઉધોગ ધમધમે છે અને આજુબાજુના વ્યક્તિઓ ઉપર ધાક ધમકી આપીને મનફાવે તેમ વર્તન કરે છે આજુબાજુ વ્યક્તિઓને નુકસાન થાય છે તો નુકસાની પણ આપતા નથી યોગેશ્વર કવોરી દ્વારા બ્લેક સ્ટોન પોતાની ખાણમાંથી અન્ય ઉદ્યોગ કવોરીમાં કોઈપણ પ્રકારની રોયલ્ટી કાઢ્યા વગર બે કિલોમીટર દૂર લઈ જવામાં આવે છે એ પણ જાહેર રસ્તા ઉપર ખુલ્લેઆમ ઓવરલોડ ભરીને મોટા મોટા પથ્થર લઈ જવામાં આવે છે જાહેર રસ્તા ઉપરથી અવર જવર કરનાર વ્યક્તિઓ પસાર થતા હોય અને જો તે વિશાળકાય પથ્થર ગાડીમાંથી પડી જાય તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે.

Advertisement

પ્રજા તંત્રના નહીં પરંતુ ભગવાન ભરોસે છોડી દીધી …!

Advertisement

હાલ ઉનાળો છે ત્યારે ખાણ – ખનીજ વિભાગને શેમા રસ છે

Advertisement

ક્વોરી ઉધોગના માલિકો દ્વારા કોઈપણ પ્રકારનું રસ્તા ઉપર પાણી છાંટવામાં આવતું નથી જે થી રસ્તા ઉપર ખૂબ જ પ્રમાણમાં ધૂળ ઊડે છે જે ક્યારેક રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માતનુ કારણ બનતા હોય છે, ક્વોરી ઉદ્યોગ દ્વારા માઇનિંગ કરી નાખેલ ખાણના ખુલ્લા ખાડા ઉપર કોઈપણ પ્રકારનું ફેન્સીંગ કરવામાં આવેલ નથી વારંવાર પાલતુ પશુ કે વ્યક્તિઓ પડી જવાથી મૃત્યુ થવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે અને ત્યારે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!