42 C
Ahmedabad
Saturday, May 18, 2024

મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે મંજુર : ઇડરના 10 થી વધુ ગામના ખેડૂતોનો વિરોધ, હાઇવે માટે જમીન નહીં આપે


નેશનલ હાઈવે નિર્માણ કેન્દ્ર દ્રારા મંજુરી મળી છે જેમાં મહેસાણા થી શામળાજી વાયા ઇડર નેશનલ હાઇવે નિર્માણ થનાર છે તો મંજૂરી મળતાં જ વિરોધ પણ શરૂ થયો છે… ખેતી પર નિર્ભર ખેડૂતો જમીન વિહોણા થવાને લઇ ખેડુતો અલગ અલગ જગ્યાએ વિરોધ સાથે રજુઆત પણ કરી રહ્યા છે

Advertisement

Advertisement

આમ તો સાબરકાંઠા જીલ્લો ખેતી સાથે સંકડાયેલો છે જેમાં સ્થાનિકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન આધારિત જીવન નિર્વાહ કરે છે… એક તરફ કુદરતનો કહેર તો અપુરતુ પાણી અને ઓછો વરસાદ છતા પણ ખેડુતો ખેત પેદાશનું ઉત્પાદન કરી રહ્યા છે… તો અહિ તો પરિસ્થિતિ જ એવી થઈ છે કે ખેડુતો માટે ખેતર જ નહિ રહે કારણ કે મહેસાણા શામળાજી નેશનલ હાઇવે બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી મળી છે જે હાઈવે વાયા ઇડર થઈ ને પસાર થાય છે ત્યારે ઇડર તાલુકાના 10 થી વધુ ગામડાઓમાંથી હાઇવે પસાર થઈ રહ્યો છે..પરંતુ હાઇવે બનવાની સાથે ખેડૂતોની ખેતર સંપાદિત થઈ રહી છે.. દસ ગામોના 320 કરતા પણ વધુ ખેડૂત ખાતેદારોની જમીન રોડ માં સંપાદિત થઈ રહી છે જે પૈકીના ૧૫ કરતા વધુ ખેડૂતોને તો તમામ જમીન રોડમાં સંપાદિત થઈ જાય છે તો કેટલાકના ખેતર કપાય છે કેટલાકના તબેલા તો કુવાઓ પણ જતા રહે છે જેથી હાલ તો ખેડુતોમાં પણ રોષ જોવા મળ્યો છે…

Advertisement

જ્યારથી આ હાઈવે ની મંજુરી મળી છે ત્યારથી જ ખેડુતોએ વિરોધ તો શરૂ કર્યો છે પરંતુ આવેદન આપી રજુઆતો પણ કરી છે તો આજે ઇડર તાલુકાના મણીઓર, સદાતપુરા, સાપાવાડા, લાલોડા, સવગઢ, છાવણ, બુઢિયા, વાસડોલ, બડોલી ના ખેતર માલિકો એકઠા થયા હતા સાથે મીટીંગ પણ યોજી હતી તો આગામી સમયમાં પોતાની જમીન બચાવવા માટે ની રણનીતિ નક્કી કરવામાં આવી હતી… એક તરફ ઇડર શહેરને વર્ષોથી બાયપાસ ની માગ છે પરંતુ એ માગ પુરી કરવામાં આવતી નથી તો સામે નવીન હાઇવે ની જરૂરિયાત ના હોવા છતાં બનાવવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહયા છે… આ ખેતર માલિકો અલગ અલગ ગામડાઓમાં મીટીંગ કરી રહ્યા છે તો સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્યને મળી પણ રજુઆત કરવામાં આવી હતી આ ઉપરાંત આગામી સમયે જીલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવશે અને ત્યારબાદ પણ સુખદ અંત નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે… તો સામે વિધાનસભા ની ચુંટણી આવી રહી છે ત્યારે ચુંટણી બહિષ્કાર પણ કરી શકે છે…

Advertisement

કેન્દ્ર સરકાર દ્રારા હાઈવે બનાવવાની લીલી ઝંડી અપાઈ છે પરંતુ મેપ બનાવવા માટે કોઈ સર્વે કરાયો નથી માત્ર સેટેલાઇટ તસ્વીર આધારે સર્વે કરી ખુન્ટ લગાવી દેવામાં આવ્યા છે અને ખૂંટ લાગ્યા બાદ ખેડૂતોને જાણ થઈ છે કે હવે આપણી જમીન હાઇવે માં સંપાદિત થઈ જશે પરંતુ હાઇવે ઓથોરિટી કે સરકાર દ્વારા ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવી નથી તો બીજી તરફ ખેડૂતો પણ રજુઆતો નો અને મિટિંગોનો દોર ચલાવી રહ્યા છે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન થવાની પણ હાલ તો શક્યતાઓ વધી રહી છે…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!